Get The App

ટાઈગર 3નો રેકોર્ડ તોડ્યા બાદ હવે આ ફિલ્મને પાછળ છોડશે 'ANIMAL', વર્લ્ડવાઈડ કમાણી 500 કરોડને પાર

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
ટાઈગર 3નો રેકોર્ડ તોડ્યા બાદ હવે આ ફિલ્મને પાછળ છોડશે 'ANIMAL', વર્લ્ડવાઈડ કમાણી 500 કરોડને પાર 1 - image


નવી મુંબઇ,તા. 8 ડિસેમ્બર 2023, શુક્રવાર 

એનિમલ વર્લ્ડવાઈડ કલેક્શન ડે 7 બોક્સ ઓફિસ પર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રણબીર કપૂર-બોબી દેઓલ અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ 'એનિમલ' જે ઝડપે બોક્સ ઓફિસ પર ચાલી રહી છે તે બોલિવૂડની અન્ય ફિલ્મો માટે જોખમી છે. આ ફિલ્મે છ દિવસમાં વિશ્વભરમાં રૂ. 500 કરોડની કમાણી કરીને ટાઇગર 3ને પાછળ છોડી દીધી હતી.  

રણબીર કપૂરની ફિલ્મે બુધવારે વિશ્વભરમાં લગભગ રૂ. 527.6 કરોડનો બિઝનેસ કર્યો હતો અને વિશ્વભરમાં કમાણીના મામલે સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3'ને પાછળ છોડી દીધી હતી.

'એનિમલ' એ સાત દિવસમાં વિશ્વભરમાં આટલી કમાણી કરી લીધી

એક તરફ રણબીર કપૂર-બોબી દેઓલની ફિલ્મ 'એનિમલ' ખૂબ જ આકર્ષણ જમાવી રહી છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર ઘણા લોકો અભિનેતાના પાત્રને 'મિસોજ્નિસ્ટ' અને 'પ્રૉબ્લેમેટિક' ગણાવીને તેનો વિરોધ કરી રહ્યા છે. જો કે ગમે તે, હોય પણ ફિલ્મને બોક્સ ઓફિસ પર પૂરો ફાયદો મળી રહ્યો છે.

T-Seriesએ આ ફિલ્મના આકંડા શેર કર્યા છે. તે મુજબ ફિલ્મે ગુરુવાર સુધીમાં વિશ્વભરમાં કુલ 563 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે વિશ્વભરમાં એક દિવસમાં લગભગ 35.7 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

એનિમલ વર્લ્ડ વાઇડ ગ્રોસ ક્લેક્શન 

  • પ્રથમ દિવસે 116 કરોડ
  • બીજા દિવસે 120 કરોડ
  • ત્રીજા દિવસે 120 કરોડ
  • ચોથા દિવસે 69 કરોડ
  • પાંચમા દિવસે 56 કરોડ
  • છઠ્ઠા દિવસે 46.60 કરોડ
  • સાતમા દિવસે રૂ. 35.7 કરોડ

પ્રથમ સપ્તાહમાં 'એનિમલ'નું કુલ કલેક્શન રૂ. 563.3 કરોડ

આ ફિલ્મોને પછાડી 

'એનિમલ'નું ઓવરસીઝ કલેક્શન અત્યાર સુધીમાં લગભગ 160 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. રણબીર કપૂર-બોબી દેઓલની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની', 'કિસી કા ભાઈ કિસી કી જાન' અને 'ટાઈગર 3' જેવી ફિલ્મોને વર્લ્ડવાઈડ કલેક્શનના મામલે પહેલાથી જ પછાડી ચૂકી છે.



Google NewsGoogle News