જીવનભર કુંવારી રહ્યા બાદ 60 વર્ષ વયે દુલ્હન બની આ અભિનેત્રી, ફેસબુકના માધ્યમથી થયો પ્રેમ
Bollywood Suhasini Mulay got Married: ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા…’ સુહાસિની મુલેએ આ ગીતના શબ્દોને સાકાર કર્યા છે. તેમણે 60 વર્ષની ઉંમર સુધી લગ્ન કર્યા ન હતા. ફેસબુકના માધ્યમથી શરુ થઈ હતી તેમની લવ સ્ટોરી. લોકો શું વિચારશે કે શું કહેશે તે વિશેનો વિચારનો કર્યા વગર તેમણે 60 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા. તેમના લગ્નની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી.
આ પણ વાંચો : ચાલુ કોન્સર્ટમાં ગુસ્સે થઈ જતી રહી દિગ્ગજ સિંગર, આયોજકો પર ભડકી, ફેન્સની માફી માગી
ફેસબુક પર દિલ આપી દીધું સુહાસિની મુલે
સુહાસિની મુલેએ મીડિયા સાથે તેમની લવ સ્ટોરીની વાત કરી હતી. તેમણે કહ્યું, 'હું મારા પતિને ફેસબુકના માધ્યમથી મળી હતી. આમ તો સોશિયલ મીડિયાને વધુ પસંદ કરતી નથી. પરંતુ મને એક મિત્રએ ફેસબુક પર એકાઉન્ટ બનાવવા કહ્યું છે. એ પછી મેં ફેસબુકમાં એન્ટ્રી કરી હતી. ત્યારે અતુલ ગુર્ટુ ફેસબુક પર હતા અને તેઓ એક ભૌતિકશાસ્ત્રી છે.'
અભિનેત્રીએ કહ્યું, 'મને વિજ્ઞાનમાં થોડો રસ હતો. હું તેમના તરફ ઢળી. અહીંથી બંને વચ્ચે વાતચીત શરુ થઈ. એક દિવસ અતુલ ગુર્ટુએ મને પૂછ્યું, 'શું હું તમારો મોબાઇલ નંબર મેળવી શકું?' તેથી મેં જવાબ આપ્યો, 'સારી છોકરીઓ અજાણ્યાઓને મોબાઇલ નંબર નથી આપતી.'
60 વર્ષની ઉંમરે લગ્ન કર્યા
ધીરે-ધીરે સુહાસિની મુલે અને અતુલ ગુર્ટુ વચ્ચેના સંબંધો એટલા ગાઢ બની ગયા કે ઘણા સવાલ-જવાબ પછી તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન અભિનેત્રીના મનમાં અનેક સવાલો ઊભા થયા. પરંતુ આખરે તેઓએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. બંનેએ 16 જાન્યુઆરી 2011ના રોજ લગ્ન કર્યા હતા. એકબીજાને મળ્યાના 1.5 મહિના પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. હવે અભિનેત્રી 74 વર્ષની થઈ ગઈ છે. સુહાસિનીએ મીડિયાને એમ પણ કહ્યું હતું કે, મને અને અતુલને લગ્નના અંદાજમાં જોઈને પંડિતજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
સુહાસિનીએ ઘણા શો અને ફિલ્મોમાં કર્યું છે કામ
સુહાસિની મુલેએ મરાઠી ઉપરાંત હિન્દી નાટકો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેને 'દિલ ચાહતા હૈ' અને 'હુ-તુ-તુ' માટે નેશનલ ઍવૉર્ડ પણ મળ્યો છે. અભિનેત્રીએ ફિલ્મ 'લગાન'માં આમિર ખાનની માતાની ભૂમિકા ભજવી છે. લોકો તેમની એક્ટિંગને ખૂબ પસંદ કરે છે.