એકેડેમી લાઈબ્રેરીનો ભાગ બન્યા બાદ 'જોરમ' ફરી થિયેટરોમાં રિલીઝ, આ સફળતા પછી મનોજ બાજપેયી ભાવુક

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
એકેડેમી લાઈબ્રેરીનો ભાગ બન્યા બાદ 'જોરમ' ફરી થિયેટરોમાં રિલીઝ, આ સફળતા પછી મનોજ બાજપેયી ભાવુક 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 27 જાન્યુઆરી 2024 શનિવાર

વર્ષની શરૂઆત મનોજ બાજપેયી માટે શાનદાર રહી છે. અભિનેતાની ફિલ્મ ધ ફેબલ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી. જોરમની પટકથા એકેડેમી લાઈબ્રેરીના મુખ્ય સંગ્રહનો ભાગ બની. આ સાથે જ તેમના વેબ પ્રોજેક્ટ 'કિલર સૂપ'ને પણ સકારાત્મક પ્રતિક્રિયા મળી. અભિનેતાની 'જોરમ' ફરીથી થિયેટર્સમાં રિલીઝ થઈ છે. જેના કારણે તેઓ ખૂબ ખુશ છે.   

મનોજ બાજપેયીએ કહ્યુ કે તેમને ખુશી છે કે લોકો આખરે તેમની પસંદ પર ધ્યાન આપી રહ્યા છે અને તેમનો સ્વીકાર કરી રહ્યા છે. મનોજ બાજપેયીએ પોતાના સાહસી વિકલ્પો વિશે વાત કરતા કહ્યુ કે આ તે પ્રોજેક્ટ્સ છે જે હુ ઘણા વર્ષોથી કરી રહ્યો છુ. તેનાથી મને ખુશી થાય છે કે તેની પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. આત્મવિશ્વાસ એક એવી વસ્તુ છે જેની સાથે હુ આ વિકલ્પોની સાથે આગળ વધી રહ્યો છુ. એવુ નથી કે સ્વીકૃતિ મને આત્મવિશ્વાસ આપી રહી છે. દ્રઢ વિશ્વાસ હંમેશા હતો. હવે એવુ થઈ ગયુ છે કે લોકો તે કન્ટેન્ટનું સ્વાગત કરી રહ્યા છે જે હુ કરી રહ્યો છુ. 

મનોજ બાજપેયી અનુસાર વિકલ્પો પર ધ્યાન માત્ર પાંચ વર્ષ પહેલા જ મળવાનુ શરૂ થયુ હતુ અને આ પરિવર્તનનો શ્રેય ઓટીટીને જાય છે. અભિનેતાએ કહ્યુ, હુ વર્ષોથી આમાં છુ પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ઓટીટી સ્પેસ આવવાની સાથે દર્શક મારી ફિલ્મો માટે આવી રહ્યા છે. આ ખૂબ ગર્વની વાત છે. હુ તે ટીમ પ્રત્યે આભારી અને ખુશ છુ જે તેને સંભવ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે.

પોતાની પસંદ વિશે વાત કરતા એક્ટરે કહ્યુ, આ કોઈ અન્ય કારણથી નહીં પરંતુ સંપૂર્ણરીતે સિનેમેટિક ગુણવત્તાના આધારે પસંદ કરેલા વિકલ્પ છે. આ બોક્સ ઓફિસ કે રૂપિયા માટે નહોતુ. તમારી ફિલ્મ રિલીઝ થયા બાદ ભલે તે નુકસાન કે નિષ્ફળતા હોય બસ તમે આગળ વધી જાવ છો. આ મારા વિશ્વાસ તંત્રમાં સામેલ છે. હુ અંત સુધી પોતાની ફિલ્મો અને ડાયરેક્ટર્સ પર ટકી રહુ છુ.

જ્યારે ધ ફેબલની વાત આવે છે તો તે આ વર્ષે બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં મુખ્ય શ્રેણીઓ પૈકીની એક પ્રતિસ્પર્ધા કરનારી ભારતની એકમાત્ર ફિલ્મ છે. તેનું નિર્દેશન રામ રેડ્ડીએ કર્યુ છે. આ ફિલ્મ માટે એક મોટી શરૂઆત છે. આ ફિલ્મનું આયોજન ઘણા વર્ષ પહેલા કરવામાં આવ્યુ હતુ. જ્યારે અમે તેનું શૂટિંગ શરૂ કર્યુ તો પહેલા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી અને પછી અમારે તેને રદ કરવુ પડ્યુ. ફિલ્મ ઘણી પરીક્ષાઓમાંથી પસાર થઈ છે. અમને ખુશી છે કે ફિલ્મ સારી બની છે અને ફિલ્મની ગુણવત્તા સારી છે. આનો અર્થ એ પણ છે કે અહીંથી યાત્રા ખૂબ શાનદાર થવાની છે.


Google NewsGoogle News