એનિમલ પછી બોબીને સૈફની ફિલ્મમાં વિલનનો રોલ ઓફર

Updated: May 16th, 2024


Google NewsGoogle News
એનિમલ પછી બોબીને સૈફની ફિલ્મમાં વિલનનો રોલ ઓફર 1 - image


મુંબઇ : ફિલ્મ 'એનિમલ'ની નેગેટિવ ભૂમિકાથી બોબી દેઓલની કેરિયર ઊંચકાયા બાદ હવે તેને વધુ આવા રોલ ઓફર થઈ રહ્યા છે. દિગ્દર્શક પ્રિયદર્શને પણ તેને પોતાની આગામી થ્રીલરમાં વિલનનો રોલ ઓફર કર્યો છે. બોબી આ રોલ માટે તૈયાર થયો હોવાનું પણ કહેવાય છે. 

આ ફિલ્મમાં સૈફ અલી ખાન અંધ નાયકની ભૂમિકામાં છે.

 તેનો સામનો હવે બોબી દેઓલ સાથે થશે. 

પ્રિયદર્શને બોબીને નેરેશન આપ્યા પછી તેને આ રોલ પસંદ પડયો હતો. બોબીએ આ ફિલ્મ માટે ૩૦ દિવસ ફાળવ્યા હોવાનું કહેવાય છે. 

આ  ફિલ્મનું શૂટિંગ આગામી જુલાઈથી શરુ થવાનું છે એમ કહેવાય છે. ફિલ્મની હિરોઈન તથા અન્ય કાસ્ટની જાહેરાત હવે થઈ શકે છે.


Google NewsGoogle News