વર્લ્ડ ફેમસ સિંગર સાથે શરમજનક હરકત: ખોટા એંગલથી વીડિયો બનાવી રહ્યો હતો શખ્સ, નારાજ થઈ સ્ટેજ છોડ્યો

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
વર્લ્ડ ફેમસ સિંગર સાથે શરમજનક હરકત: ખોટા એંગલથી વીડિયો બનાવી રહ્યો હતો શખ્સ, નારાજ થઈ સ્ટેજ છોડ્યો 1 - image


Embarrassing Incident With Shakira : વર્લ્ડ ફેમસ કોલમ્બિયન સિંગર શકીરા સાથે ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. જેને લઈને શકીરાએ સ્ટેજ છોડવું પડ્યું હતું.

એક કાર્યક્રમમાં શકીરા સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી. તે દરમિયાન દર્શકોમાં હાજર અમુક લોકો ખોટા એંગલથી તેનો વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા. પહેલા તો શકીરાએ આમ કરવાની ના પડી હતી, પરંતુ ના કહ્યા પછી પણ લોકો માન્યા ન હતા. ત્યારબાદ તે સ્ટેજ છોડીને જતી રહી હતી. આ વીડિયો અમેરિકાના માયામીનો છે. શકીરા અહીં તેના નવા ગીત સોલ્ટેરા(Soltera) પર પરફોર્મ કરી રહી હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ શરમજનક ઘટના પર ગુસ્સે થઇને અનેક કોમેન્ટ કરી હતી.

આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝર્સે લખ્યું હતું કે, 'જે પણ વીડિયો શૂટ કરી રહ્યો હતો તેની ધરપકડ થવી જોઈએ.' અન્ય એક યુઝરે લખ્યું, 'આવું કરવું બિલકુલ યોગ્ય નથી. તે મર્યાદાને ઓળંગી રહ્યો હતો.' બીજા એક વ્યક્તિએ ટિપ્પણી કરી કે, 'આ ખૂબ જ શરમજનક કૃત્ય છે. કલાકારોને સ્ટેજ પર અને સ્ટેજની બહાર બંને રીતે સન્માન આપવું જોઈએ. દરેકને સુરક્ષિત વાતાવરણ મળે તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.'

શકીરાના ચાહકો માત્ર કોલંબિયામાં જ નહીં પરંતુ આખી દુનિયામાં છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 90.3 મિલિયન એટલે કે 9 કરોડથી પણ વધુ  ફોલોઅર્સ છે. જો તે ક્યાંક પરફોર્મ કરે છે તો ત્યાં તેના ચાહકોની ભારે ભીડ થઇ જાય છે. શકીરા યુટ્યુબ પર પણ છે. જ્યાં તેની યુટ્યુબ ચેનલ પર 46.8 મિલિયન એટલે કે 4.68 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. ‘વકા વાકા’, ‘વેનએવર વેરએવર’, ‘બ્યુટીફુલ લાયર’, ‘ચન્તાજે’ તેના કેટલાક લોકપ્રિય ગીતો છે.

વર્લ્ડ ફેમસ સિંગર સાથે શરમજનક હરકત: ખોટા એંગલથી વીડિયો બનાવી રહ્યો હતો શખ્સ, નારાજ થઈ સ્ટેજ છોડ્યો 2 - image


Google NewsGoogle News