અજય દેવગણ પછી હવે કાજોલ પણ હોરર ફિલ્મમાં દેખાશે

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
અજય દેવગણ પછી હવે કાજોલ પણ હોરર ફિલ્મમાં દેખાશે 1 - image


- અજયની શૈતાન સફળ થતાં કાજોલને પણ પ્રેરણા મળી 

મુંબઈ : અજય દેવગણની શૈતાન ફિલ્મને બોક્સ ઓફિસ પર સફળતા મળી છે. તેના પગલે હવે કાજોલ પણ એક હોરર ફિલ્મમાં કામ કરવાની છે. 

અજય દેવગણ ખુદ જ આ ફિલ્મનું નિર્માણ કરવાનો છે. જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ પણ શૈતાનના લેખકો સૈવીન કુદરાસ તથા આમિલ કિયાન ખાન જ લખવાના હોવાનું જાણવા મળ્યું છે. આ જ લેખકોએ અજયની આગામી ફિલ્મ મૈદાનની પણ સ્ક્રિપ્ટ લખી છે. 

અજયને શૈતાન ફિલ્મ ફળી છે. બોક્સ ઓફિસ પર બીજી કોઈ મોટી ફિલ્મ સામે મુકાબલો નહીં હોવાનો પણ તેને લાભ મળ્યો છે. આ ફિલ્મમાં અજયે સામે ચાલીને પ્રમાણમાં ગૌણ ભૂમિકા સ્વીકારી છે અને આર. માધવનનેપાવરફૂલ રોલ આપ્યો છે. અજય હોરર મૂવી પર વધુ એક વાર હાથ અજમાવશે. જોકે, આ વખતે તેણે પોતે એક્ટિંગ નહીં કરવાનું નક્કી કર્યું છે. તેની ભૂમિકા પ્રોડયૂસર તરીકે જ સિમિત રહેશે અને ફિલ્મ કાજોલના મુખ્ય પાત્રની આસપાસ જ કેન્દ્રિત હશે તેમ જાણવા મળ્યું છે. 


Google NewsGoogle News