એક્ટિંગમાંથી બ્રેક બાદ સામંથા રુથ પ્રભુ પ્રોડયૂસર બની ગઈ
- આલિયા, દીપિકાની જેમ કંપની બનાવી
- દમદાર વાર્તાઓ ફિલ્મો બનાવવાની ખાતરી, જોકે, સૌ પહેલાં ટીવી શોની જાહેરાત કરી
મુંબઇ : ઓટો ઈમ્યૂન ડિસિઝ માયોસાઈટિસની સારવાર લીધા બાદ છેલ્લા કેટલાય મહિનાઓથી એક્ટિંગમાં બ્રેક લેનારી અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ હવે એક પ્રોડક્શન હાઉસની સ્થાપના કરી છે. જોકે, આ કંપની હેઠળ તેનુ ંપહેલું સાહસ કોઈ ફિલ્મ નહીં પરંતુ એક ટીવી શો હશે.
તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હું કે હું ટ્રાલાલ મૂવિંગ પિકચર્સ પ્ડક્શન હાઉસ શરુ કરી રહી છું. તેના દ્વારા ફિલ્મ સર્જકોને દમદાર વાર્તાઓના આધારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફિલ્મો બનાવવાનું પ્લેટફોર્મ મળશે.
જોેકે, સામંથા નિર્માતા તરીકે સૌ પહેલાં એક ફિલ્મ નહીં પરંતુ એક ટીવી શોનું નિર્માણ કરી રહી છે. એક ટીવી ચેનલ માટે આ શોની જાહેરાત કરતાં તેણે કહ્યું હતું કે દક્ષિણ ભારતમાં હજુ આ એક વણખેડાયેલું ક્ષેત્ર છે અને હું તેમાં નવી શરુઆત કરી રહી છું.
સામંથા પોતાની બીમારીની સારવાર બાદ સંખ્યાબંધ પ્રોજેક્ટસ છોડી ચુકી છે. હવે તેણે પ્રોડયૂસર બનવાની જાહેરાત કરતાં પોતે અન્ય નિર્માતાઓની ફિલ્મ સ્વીકારવાની છે કે કેમ અથવા તો એક્ટિંગ કાયમ માટે છોડી રહી છે તેવા સવાલો તેના ચાહકો ઉઠાવી રહ્યા છે.
બોલીવૂડમાં આ અગાઉ અનેક અભિનેત્રીઓ ફિલ્મ નિર્માણ કંપની શરુ કરી ચુકી છે. આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા સહિતની અભિનેત્રીઓ પોતાનું પ્રોડક્શન હાઉસ ધરાવે છે.