3 વર્ષ બાદ સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને વિક્રાંત મેસીનું મોટું નિવેદન, બોલિવુડ પર ભડક્યો

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
3 વર્ષ બાદ સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને વિક્રાંત મેસીનું મોટું નિવેદન, બોલિવુડ પર ભડક્યો 1 - image


નવી મુંબઇ,તા. 19 ડિસેમ્બર 2023, મંગળવાર 

અભિનેતા વિક્રાંત મેસી આ વર્ષે ફિલ્મ '12મી ફેલ'ને કારણે ચર્ચામાં છે. વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત આ ઓછા બજેટની ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કર્યું છે. 

એક ઇન્ટરવ્યુહ દરમિયાન એક્ટરે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સોશિયલ મીડિયા પર થયેલી ચર્ચા અને મીડિયા ટ્રાયલ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. વિક્રાંત મેસી કહે છે કે, સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાના કેસ પર લોકો જે રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે તેનાથી તે ખૂબ જ પરેશાન છે.

એક વાતચીતમાં વિક્રાંતને પૂછવામાં આવ્યું કે, શું છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની પેઢીના કલાકારોની આત્મહત્યાએ તેમને પરેશાન કર્યા છે? 

વિક્રાંતે કહ્યું કે, 'હા, ખાસ કરીને સુશાંત સિંહ રાજપૂતને લઈને ચિંતિત છું,સુશાંતના મૃત્યુ પછી મીડિયા ટ્રાયલ અને લોકોની પ્રતિક્રિયા જોઈને મને દુખ થયુ હતુ. સુશાંતના મૃત્યુ પછી, કેટલાક લોકોએ ખરેખર શોક અને સંવેદના વ્યક્ત કરી હતી, પરંતુ તે ખૂબ જ અફસોસની વાત છે કે, બીજી તરફ, તેમનું મૃત્યુ પણ મોટા પ્રમાણમાં મીડિયા ટ્રાયલનો વિષય બની ગયું હતું. તેમના ગયા પછી અલગ-અલગ પ્લેટફોર્મ પર નવી-નવી સ્ટોરીઓ બનવા લાગી હતી અને લોકો દરેક પ્રકારની અટકળો લગાવવા લાગ્યા. લોકો તેમના અંગત જીવન, સંબંધો, કરિયર વિશે કોઈપણ સત્તાવાર નિવેદન અથવા માહિતી વિના જાહેરમાં વાત કરવા લાગ્યા.

વિક્રાંતે વધુમાં કહ્યું કે, 'આ લગભગ 45 દિવસ સુધી ચાલ્યું, પરંતુ પહેલા 15 દિવસ લોકોએ તેના પર ખૂબ મજાક ઉડાવી. મને લાગે છે કે, આપણે ખરેખર તે જ છીએ. આ પણ આપણી વાસ્તવિકતાનો એક ભાગ છે અને તે હૃદયદ્રાવક છે. 

મેં સુશાંત સાથે કામની કરી હતી શરુઆત

વિક્રાંતે વધુમાં જણાવ્યું કે તેણે અને સુશાંતે નાના પડદા પર સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે સુશાંત 'પવિત્ર રિશ્તા' શો કરી રહ્યો હતો ત્યારે વિક્રાંત 'બાલિકા વધૂ'માં કામ કરી રહ્યો હતો.

સુશાંતના મૃત્યુ પછી બોલિવૂડના કેટલાક સ્ટાર્સે જે રીતે મૌન જાળવી રાખ્યું હતું તેના પર વિક્રાંતે પણ પોતાના મંતવ્યો શેર કર્યા હતા. વિક્રાંતને પૂછવામાં આવ્યું કે, જેઓ આ મુદ્દે એક થઈને બોલી શક્યા હોત તેઓ આ સમયે મૌન રહ્યા. 

બોલિવૂડ એક યુનિટની જેમ કામ કરતું નથી?

આ સવાલ પર વિક્રાંતે કહ્યું, 'આ જ કારણ છે કે, હું બોલિવૂડને ફેમિલી કહી શકતો નથી. આ એક સમુદાય છે, પરિવાર નથી.

મહત્લનું છેકે, જૂન 2020માં સુશાંત સિંહ રાજપૂત તેના મુંબઈના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, અભિનેતાએ આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મૃત્યુના સમાચારથી ચાહકો અને સમગ્ર ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો હતો. અચાનક મેન્ટલ હેલ્થ અને નેપોટીઝમની ચર્ચાએ જોર પકડ્યું. 


Google NewsGoogle News