26 વર્ષ પછી બોર્ડર ની સિકવલ બનાવવાની તૈયારીઓ શરુ
- સની સાથે આયુષ્યમાન ખુરાના પણ હશે
- હજુ વધુ કલાકારોની જાહેરાત થઈ શકે, આવતાં વર્ષના મધ્યથી શૂટિંગ શરુ થશે
મુંબઈ : સની દેઓલની 'ગદ્દર'ની સિક્વલ 'ગદ્દર ટૂ' ઓલટાઈમ હિટ થઈ એટલે તેની વધુ એક હિટ ફિલ્મ 'બોર્ડર'ની સિકવલ બનાવવાની તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે.
'બોર્ડર' ફિલ્મ જે.પી. દત્તાએ બનાવી હતી. જોકે, 'બોર્ડર ટૂ'ના નિર્માણમાં જે.પી. દત્તા સાથે બીજા પણ નિર્માતાઓ તથા પ્રોડક્શન કંપની જોડાઈ રહ્યાં છે. મતલબ કે આ ફિલ્મ 'બોર્ડર ' કરતાં પણ વધુ મોટા સ્કેલ પર બનાવવામાં આવી રહી છે.
ફિલ્મમાં સની સાથે બીજા લીડ કલાકાર તરીકે આયુષ્યમાન ખુરાનાની પસંદગી થઈ ચૂકી હોવાનું કહેવાય છે. મૂળ ફિલ્મની જેમ બીજા ભાગમાં પણ સંખ્યાબંધ ટોચના કલાકારોનો કાફલો હશે. વધુ કલાકારોનાં નામ આગામી દિવસોમાં જાહેર થઈ શકે છે.
આ ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષના મધ્યભાગથી શરુ કરી દેવાશે.
ઉલ્લેખનીય છે કે હજુ તાજેતરમાં જ સની દેઓલે આમીર ખાનની નિર્માણ કંપનીની અને રાજ કુમાર સંતોષીના દિગ્દર્શન હેઠળની 'લાહોર ૧૯૪૭' ફિલ્મની જાહેરાત કરી છે.