અંદાઝ ફિલ્મના 20 વર્ષ બાદ હવે ભાગ બેનું એલાન
- અક્ષય, પ્રિયંકાની જોડીની પહેલી ફિલ્મ હતી
- બીજા ભાગમાં અક્ષય, પ્રિયંકા અને લારાની જગ્યાએ ત્રણ નવા કલાકારોને સ્થાન અપાશે
મુંબઇ : અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા તથા લારા દત્તાની 'અંદાઝ' ફિલ્મનો હવે બીજો ભાગ બનાવવાની જાહેરાત થઈ છે. આ ફિલ્મ ૨૦૦૩માં રીલીઝ થઈ હતી અને પ્રિયંકા તથા લારા માટે લોન્ચિંગ પેડ સમાન બની હતી. પ્રિયંકા તથા અક્ષયની સફળ જોડી પણ આ ફિલ્મથી જ બની હતી. જોકે, હવે આ ત્રણેયના સ્થાને નવા કલાકારો સાથે બીજો ભાગ બનાવાશે.
ફિલ્મ સર્જક સુનીલ દર્શને ભાગ બે બનાવવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન પોતે જ કરશે. ગીતો ગીતકાર સમીર લખવાના છે. મુખ્ય ભૂમિકાઓમાં નવી પ્રતિભાઓને સ્થાન અપાશે.
તેમાં આ ત્રિપુટીનો કેમિયો હશે કે નહીં તે પ્રશ્ર પર પણ તેણે ગુસ્સે થતાં જણાવ્યું હતુ ંકે, મારી ફિલ્મ કોઇ નોટંકી નથી, પરંતુ એક સબજેક્ટ છે જેમાં પાત્રોની પોતાની ખાસ જગ્યા છે. હાલ કાસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે.
૨૦૦૩ની 'અંદાઝ' તેના ત્રણેય મુખ્ય કલાકારો પ્રિયંકા, અક્ષય કુમાર તથા લારા દત્તા માટે માઈલ સ્ટોન સમાન નિવડી હતી. આ ત્રણમાંથી હાલ માત્ર અક્ષય કુમાર હાલ બોલીવૂડમાં સંપૂર્ણ સક્રિય છે.