Get The App

15 વર્ષ પછી સ્મૃતિ ઈરાની ટીવી પડદે એક્ટર તરીકે દેખાશે

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
15 વર્ષ પછી સ્મૃતિ ઈરાની ટીવી પડદે એક્ટર તરીકે દેખાશે 1 - image


- અનુપમા સીરિયલમાં કેમિયો કરશે

- રૂપાલી ગાંગુલી સાથે કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ કરશે, છેલ્લે ૨૦૦૯માં મણિબેન ડોટ કોમમાં કામ કર્યું હતું

મુંબઇ : ટીવી સીરિયલોની દુનિયામાં એક સમયે ટોચનું સ્થાન ધરાવનાર સ્મૃતિ ઈરાની હવે ૧૫ વર્ષ પછી ફરી ટીવીના પડદે એક્ટર તરીકે દેખાશે. રુપાલી ગાંગુલીની બેહદ લોકપ્રિય સીરિયલ 'અનુપમા'માં સ્મૃતિ ઈરાનીનો કેમિયો  આવશે એમ કહેવાય છે. 

સ્મૃતિ ઈરાની અને રુપાલી ગાંગુલી  સ્ક્રીન શેર કરવાનાં છે. આ  દ્રશ્યોનું શૂટિંગ ટૂંક સમયમાં શરુ થશે. 

જોકે, સીરિઝના નિર્માતાઓ કે  સ્મૃતિ ઈરાની તરફથી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી. 

સ્મૃતિ ઈરાનીએ છેલ્લે ટીવી સીરિઝ મણિ બેન ડોટ કોમમાં કામ કર્યું હતું. એ પછી બંગાળી ફિલ્મ 'અમૃતા'માં પણ એક્ટર તરીકે દેખા દીધી હતી. 

ભૂતપૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્ર સ્મૃતિ ઈરાનીનો ટીવી સીરિયલોમાં દબદબો હતો. 'ક્યું કિ સાસ ભી કભી બહુ થી'ની મુખ્ય ભૂમિકામાં તેમણે દેશવિદેશમાં લોકપ્રિયતા મેળવી હતી. આ લોકપ્રિયતાના મોજાં પર સવાર થઈને જ તેમણે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 


Google NewsGoogle News