લગ્નનાં 14 વર્ષ બાદ ઈશા કોપીકરે પતિનું ઘર છોડી દીધું
- દીકરીને લઈ ઘરની બહાર નીકળી ગઈ
- 3 વર્ષ ડેટિંગ બાદ ટિમી નારંગ સાથે લગ્ન કર્યાં હતાં: જોકે, બંનેને એકબીજા સાથે ફાવતું ન હતું
મુંબઇ : ઈશા કોપીકર અને તેનો પતિ ટિમી નારંગ લગ્નના ૧૪ વર્ષ બાદ છૂટાં પડી ગયાં છે. ઈશાએ નવ વર્ષની દીકરી સાથે પતિનું ઘર છોડી દીધું છે.
ઈશા અને ટિમીની મુલાકાત એક જિમમાં થયી હતી. ત્રણ વર્ષના ડેટિંગ બાદ બંનેએ ૨૦૦૯માં લગ્ન કર્યાં હતાં. તેમને સંતાનમાં એક દીકરી છે.
જોકે, કેટલાક સમયથી બંને વચ્ચે મતભેદ ઊભા થયા હતા. બંનેને એકબીજા સાથે ફાવતું ન હતું. તેમણે લગ્નજીવન બચાવવા બહુ પ્રયાસ કર્યા હતા પરંતુ સફળતા મળી ન હતી.
પતિ સાથે વિખવાદ અંગે ઇશાએ મીડિયા સાથે વાતચીતનો ઈનકાર કર્યો હતો. તેણે કહ્યું હતુ ંકે, હવે આ વિશે કહેવા મારી પાસે કાંઇ જ નથી. આ મુદ્દા પર હાલ વાતચીત કરવાનું યોગ્ય નથી. મને મારી પ્રાઇવસી જોઇએ છીએ.
ઈશા 'કંપની' સહિતની કેટલીક ફિલ્મોમાં દેખાઈ હતી. એક આઈટમ સોંગના આધારે તે 'ખલ્લાસ ગર્લ' તરીકે જાણીતી બની હતી. જોકે, લાંબા સમયથી તે હિંદી સિનેમામાં દેખાઈ નથી. પરંતુ તે હજુ પણ સાઉથની કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી હોવાનું કહેવાય છે.