સ્ત્રી થ્રીનું એડવાન્સ પ્લાનિંગ, 2027 ઓગસ્ટમાં રીલિઝ થશે
- દિનેશ વિજને અનેક ફિલ્મોનું શિડયૂલ જાહેર કર્યું
- ભેડિયા ટૂ આવતાં વર્ષની 14મી ઓગસ્ટે અને મહામુંજિયા 2027ના ડિસેમ્બરમાં રીલિઝ કરાશે
મુંબઇ : પાછલાં વર્ષમાં મહત્તમ હિટ ફિલ્મો આપનારા નિર્માતા દિનેશ વિજને તેમનું આગામી વર્ષોનું પ્લાનિંગ જાહેર કર્યું છે. તે અનુસાર શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી થ્રી ' ૨૦૨૭ની ૧૩મી ઓગસ્ટે રીલિઝ કરવાની જાહેરાત થઈ છે.
આ જ નિર્માતાની 'ભેડિયા ટૂ' ૨૦૨૬ની ૧૪મી ઓગસ્ટે અને 'મહામુંજિયા' ૨૦૨૭ની ૨૪મી ડિસેમ્બરે રીલિઝ કરાશે.
નિર્માતાના જણાવ્યા અનુસાર તેમની ફિલ્મોનું ૨૦૨૮ સુધીનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે. બોલીવૂડમાં કોઈ પ્રોજેક્ટ જાહેર થાય અને તે રીલિઝ થાય તે વચ્ચે તેની ડેડલાઈન વારંવાર ખોરવાતી હોય છે. ભાગ્યે જ કોઈ નિર્માતાઓ બે કે ત્રણ વર્ષ પહેલાં જ રીલિઝ ડેટ જાહેર કરવાનું જોખમ ખેડતા હોય છે.
જોકે, દિનેશ વિજન પ્રમાણમાં મધ્યમ બજેટની અને બહુ મોટા ગજાના ન ગણાય તેવા કલાકારો સાથે ફિલ્મ બનાવતા હોવાથી તેમનું પ્લાનિંગ બહુ નહિ ખોરવાય તેવી અપેક્ષા છે.