સલમાન ખાનની સિકંદર ફિલ્મનું એડવાન્સ બુકિંગ તડામાર
- અંદાજે 2 લાખ ટિકીટોનું એડવાન્સ બુકિંગ થઇ ચુક્યું જેના દ્વારા 12 કરોડ 53 લાખ રૂપિયા મળ્યા
મુંબઇ : સલમાન ખાનની સિકંદર ફિલ્મની રિલીઝની તેના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ બોલીવૂડની ફિલ્મોના તમામ રેકોર્ડ તોડે તેવી લોકો અપેક્ષા સેવી રહ્યા છે. ૩૦ તારીખે રિલીઝ થતી સિકંદરનું એડવાન્સ બુકિંગ તડામાર ચાલી રહ્યું છે. મળેલા રિપોર્ટના અનુસાર, ૨૯મીના રોજ બપોર સુધીમાં ૨ લાખ ટિકીટોનું એડવાન્સ બુકિંગ થઇ ચુક્યું હતુ અને તેના દ્વારા ૧૨ કરોડ ૫૩ લાખ રૂપિયાનું કલેકશન પણ થઇ ગયું હતું. હજી તો આ સંખ્યા અને રકમમાં ઉમેરો થતો જ રહેવાનો છે.
સિકંદરના ૧૬ હજારથી વધુ શોઝ પહેલા દિવસે ચલાવામાં આવવાના છે. ટ્રેડ નિષ્ણાંતોના અનુમાન અનુસાર આ ફિલ્મ રિલીઝના પહેલા જ દિવલે ૫૦ કરોડ રૂપિયા સુધીનું કલેકશન કરી લેશે.
ફિલ્મમાં સલમાન ખાનની સાથે રશ્મિકા મંદાના, કાજોલઅગ્રવાલ, શરમન જોશી, સુનીલ શેટ્ટી અને નવાબ શાહ મુખ્ય રોલમાં છે. જ્યારે પૃથ્વીરાજ સુકુમારન સલમાન ખાન સામે નેગેટિવ રોલમાં છે.