Get The App

Pushpa 2 માટે એડવાન્સ બુકિંગ શરૂ, રિલીઝ પહેલા જ કરોડોની કમાણી, જુઓ આંકડા

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
Pushpa 2 માટે એડવાન્સ બુકિંગ શરૂ, રિલીઝ પહેલા જ કરોડોની કમાણી, જુઓ આંકડા 1 - image


Image: Facebook

Pushpa 2 Advance Booking: તેલુગુ સિનેમાની વર્ષ 2024ની બહુચર્ચિત ફિલ્મ 'પુષ્પા 2' (Pushpa 2 The Rule) એ રિલીઝ પહેલા જ કરોડોની કમાણી કરી લીધી છે. ફિલ્મ 5 ડિસેમ્બર 2024એ થિયેટર્સમાં રિલીઝ થશે. આ પહેલા મૂવીના પોસ્ટર્સ અને ટ્રેલરને રિલીઝ કરવામાં આવી ચૂક્યા છે, જેને જોઈને ચાહકો ખૂબ ઉત્સુક થઈ ગયા છે તેમજ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. દરમિયાન હવે તેનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે, જેમાં ફિલ્મે એક જ દિવસમાં સારું પ્રદર્શન કર્યું છે. પ્રી-સેલ બુકિંગના પહેલા જ દિવસે મૂવીએ શાનદાર કમાણી કરી છે. 

એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ફિલ્મ પુષ્પા 2 નું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. જેમાં અલ્લુ અર્જુનને સાડીમાં એક્શન અવતારમાં જોઈ શકાય છે. તેમાં તેનો લુક શાનદાર નજર આવી રહ્યો છે. પોસ્ટરને શેર કરતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ફિલ્મનું પ્રી-સેલ બુકિંગ કરવાની જાણકારી આપવામાં આવી છે. આ સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે, પુષ્પા રાજનો દબદબો બોક્સ ઓફિસને નવું પરિમાણ આપી રહ્યો છે. આ સાથે જ આગળ લખવામાં આવ્યું છે, એક ઔર દિન, એક ઔર રેકોર્ડ, ઈતિહાસ કી કિતાબમાં દર્જ હો ગયા.'

આ પણ વાંચો: જાણીતા સિંગરે લકવાના કારણે અવાજ ગુમાવ્યો, બે વર્ષ બાદ કર્યો ખુલાસો, કહ્યું- ખુદથી જ નફરત થઈ હતી

પુષ્પા 2 ની પ્રી-સેલ બુકિંગ અત્યારે યુએસએમાં શરૂ થઈ છે. ફિલ્મના પોસ્ટરની સાથે જ તેની પર તેની પ્રી-સેલ બુકિંગના આંકડા પણ લખવામાં આવ્યા છે. તેની પર લખ્યું છે કે ફિલ્મે સૌથી ઝડપી એક મિલિયન ડોલરની કમાણી કરી લીધી છે. જ્યારે હજુ તેની રિલીઝમાં 15 દિવસનો સમય બાકી છે. ઈન્ડિયામાં 5 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે. યુએસએમાં 4 ડિસેમ્બરે થિયેટર્સમાં દસ્તક દેશે. ઈન્ડિયા પ્રી-સેલ બુકિંગ પણ શરૂ થવાની છે. દરમિયાન અંદાજ લગાવાઈ શકે છે કે જ્યારે યુએસએમાં ફિલ્મને લઈને આટલો ક્રેઝ છે તો ઈન્ડિયામાં કેટલો હશે. તેની એડવાન્સ બુકિંગમાં જોવો રસપ્રદ હશે કે ફિલ્મ કેટલી ફિલ્મોના રેકોર્ડ તોડે છે અને નવા રેકોર્ડ્સ બનાવે છે.

ફિલ્મના ડિજિટલ રાઈટ્સ વેચાયા

પુષ્પા 2 ની રિલીઝ પહેલા જ ફિલ્મના ડિજિટલ રાઈટ્સ વેચાઈ ચૂક્યા છે. રિપોર્ટ અનુસાર ફિલ્મના ઓટીટી રાઈટ્સ નેટફ્લિક્સે ખરીદ્યા છે અને આ માટે 275 કરોડમાં ડીલ ફાઈનલ થઈ છે.  


Google NewsGoogle News