રાજકુમાર રાવે હઠ પકડતાં અદનાન સામીનું ગીત કપાયું
- વિકી વિદ્યા કા વો વાલા વીડિયોમાંથી બાકાત
મુંબઇ : રાજ કુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'માંથી અદનાન સામીનું ગીત કાઢી નાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે. રાજકુમાર રાવની હઠના કારણે આ ગીત ફિલ્મમાંથી કાઢી નખાયું હોવાનું કહેવાય છે.
રાજ કુમાર રાવ આ ગીતનું શૂટિંગ કરી ચૂક્યો છે.
જોકે, તેણે પોતાના લીપ સિંક અને અદનાન સામીના અવાજ વચ્ચે કોઈ મેળ જ નહિ ખાતો હોવાની દલીલ કરી આ ગીત કાઢી નાખવા જીદ પકડી હતી. આખરે રાજ કુમાર રાવની જીદ સામે સર્જકો ઝૂકી ગયા હતા.
અદનાન સામીના આ ગીતની અગાઉ સંગીતકાર સચીન જીગર દ્વારા ઘોષણા કરાઈ હતી.
તે પછી રાજ કુમાર રાવના આ નિર્ણયથી સૌને ભારે આંચકો લાગ્યો હતો.
જોકે, આ સમગ્ર વિવાદ અંગે રાજકુમાર રાવે કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી.