Get The App

તમને 'એનિમલ' જોવા મજબૂર નથી કર્યા, લોજિક ના શોધો, જુઓ અને ઘરે જાઓ : અદનાન સામી

ફિલ્મે રિલીઝના 4 દિવસમાં જ વર્લ્ડવાઈડ 400 કરોડથી વધુની કમાણી કરી

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
તમને 'એનિમલ' જોવા મજબૂર નથી કર્યા, લોજિક ના શોધો, જુઓ અને ઘરે જાઓ : અદનાન સામી 1 - image
Image:Instagram

Adnan Sami Trolled For Comparing Animal With Sholay And Deewar : રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'એનિમલ' હાલ ખુબ ચર્ચામાં છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી છે. ફિલ્મે પહેલા જ દિવસે 100 કરોડથી વધૂની કમાણી કરી હતી. ફિલ્મે રિલીઝના 4 દિવસમાં જ વર્લ્ડવાઈડ 400 કરોડથી વધુની કમાણી કરી ઈતિહાસ રચી દીધો હતો. દર્શકોને ફિલ્મની સ્ટોરી ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મને કેટલાંક લોકો હિંસક, મિસોજિનિસ્ટ અને લોગિક વિનાની કહી રહ્યા છે. જયારે કેટલાંક લોકો ફિલ્મના સમર્થનમાં પણ આવ્યા છે. હવે સિંગર અદનાન સામીએ પણ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાનું સમર્થન કર્યું છે.

સિંગર અદનાન સામી સંદીપ રેડ્ડી વાંગાના સમર્થનમાં આવ્યો

સિંગર અદનાન સામીએ એનિમલના ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાને સમર્થન આપતા ફિલ્મની તુલના અમિતાભ બચ્ચનની ફિલ્મ દીવાર, અમર અકબર એન્થોની અને શોલેની સાથે પણ કરી છે. જે પછી સિંગરને સોશ્યલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અદનાન સામીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતી વખતે લખ્યું, 'શું લોકો ઓવર એનાલાઇઝ, ઓવર થિન્કિંગ અને ઓવર મોરલ પોલીસિંગ કરવાનું બંધ કરી શકે છે? તે માત્ર એક ફિલ્મ છે. આ એક કાલ્પનિક ફિલ્મ છે, આ માત્ર મનોરંજન માટે છે!! જો તમે તર્ક શોધતા હોવ તો મને અમર અકબર એન્થોનીમાં બતાવેલ રક્તદાન સીન પાછળનો તર્ક પણ જણાવો, જ્યાં એક માતાના ત્રણ પુત્રો એક જ સમયે એક જ ટ્યુબ દ્વારા તેને રક્તદાન કરે છે. તેમ છતાં આ ફિલ્મને કલ્ટ ક્લાસિકનો ટેગ મળ્યો છે અને આ યોગ્ય પણ છે.'

શાંતિથી ફિલ્મ જુઓ અને ઘરે જાઓ

અદનાન સામીએ આગળ લખ્યું, 'કારણ કે આપણે બધાને તે ગમે છે! બીજી તરફ શોલેમાં ઠાકુરે જેણે તેના બંને હાથ ગુમાવ્યા હતા તેણે ગબ્બરને તેના પગ વડે માર્યો હતો, જે સ્વીકારી શકાય નહીં, પરંતુ તે પણ એક ક્લાસિક ફિલ્મ છે જેને આપણે પસંદ કરીએ છીએ. ‘ધ ગોડફાધર’ આપણને ફરીથી ખરાબ લોકોના પક્ષમાં લઇ જાય છે. ક્વેન્ટિન ટેરેન્ટિનોને એક પ્રતિભાશાળી ડાયરેક્ટર માનવામાં આવે છે જેણે રક્તપાતમાંથી કરિયર બનાવ્યું છે! જો કોઈ મૂવીને 'A' રેટિંગ આપવામાં આવે છે, તો તેનો અર્થ એ છે કે માત્ર એક પુખ્ત વ્યક્તિ જ તેને જોઈ શકે છે, કારણ કે તે નૈતિક રીતે સાચું અને ખોટું શું છે તે સમજવા માટે પુખ્ત અને શિક્ષિત છે. આ રીતે ફિલ્મના કન્ટેન્ટથી તેના પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. તો તમે શાંતિથી ફિલ્મ જુઓ અને ઘરે જાઓ.'

સોશ્યલ મીડિયા પર અદનાનને કરાયો ટ્રોલ

સિંગરે આગળ લખ્યું, 'જો કે મેં હજુ સુધી ફિલ્મ જોઈ નથી. પરંતુ હું હંમેશા એક કલાકારનું પક્ષ લઈશ. જે પોતાની સ્ટોરી કહેવા માંગે છે. કોઈપણ તમને કંઈપણ જોવા અથવા સાંભળવા માટે મજબૂર નથી કરી રહ્યું. આવી જ રીતે તમારો અભિપ્રાય અન્ય લોકો પર લાદશો નહીં, ખાસ કરીને જ્યારે તેઓ કોઈ ફેન્ટેસી સાથે આવ્યા હોય. તે માત્ર એક ફિલ્મ છે!' અદનાન સામીને તેની આ પોસ્ટ બાદ ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. એક સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું, 'આ પ્રકારની ફિલ્મો યુવા પીઢીને પ્રભાવિત કરી શકે છે.' એક અન્ય યુઝરે લખ્યું, 'અદનાનને કહો કે જેન્ડર રિવર્સ કરે અને એક દિવસ માટે મહિલા બની જાય અને જ્યાં સુધી તે આ કરી રહ્યો છે, મનોજ સર અને કશ્યપ પણ આવું કરી શકે છે અને પછી તે માત્ર એક ફિલ્મ છે. શું ફર્ક પડે છે. આ પછી તેઓ જાણશે કે ફિલ્મ કેવી રીતે લેવી જોઈએ.' 

તમને 'એનિમલ' જોવા મજબૂર નથી કર્યા, લોજિક ના શોધો, જુઓ અને ઘરે જાઓ : અદનાન સામી 2 - image


Google NewsGoogle News