mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આદિત્ય રોયકપૂર અને સામંથા વેબ સીરિઝ રક્તબીજમાં સાથે દેખાશે

Updated: Jun 29th, 2024

આદિત્ય રોયકપૂર અને સામંથા વેબ સીરિઝ રક્તબીજમાં સાથે દેખાશે 1 - image


- આદિત્ય વધુ એક ઓટીટી પ્રોજેક્ટમાં

- સર્જકો રાજ અને ડીકે સાથે ફેમિલી મેન અને સીટાડેલ પછી સામંથાની આ ત્રીજી સીરિઝ

મુંબઈ : આદિત્ય રોય કપૂર અને સામંથા  રુથ પ્રભુ નવી વેબ સીરિઝ 'રક્તબીજ'માં સાથે દેખાશે. અનેક સુપરહિટ વેબ સીરિઝ બનાવનારા રાજ અને ડીકે જ 'રક્તબીજ'નું નિર્માણ કરી રહ્યા છે. 

આ નિર્માતાઓ સાથે સામંથાની આ ત્રીજી સીરિઝ હશે. અગાઉ તેમની 'ફેમિલી મેન ટૂ' તથા 'સીટાડેલ'માં સામંથા કામ કરી ચૂકી છે. 

આદિત્ય રોય કપૂરને 'નાઈટ મેનેજર' વેબ સીરિઝમાં સફળતા મળી હતી. તે પછી તેણે આ ફરી બીજો મોટો ઓટીટી પ્રોજેક્ટ હાથ પર લીધો છે. 

આ વેબ સીરિઝમાં ભરપૂર એક્શન દૃશ્યો હશે અને સામંથા તથા આદિત્ય બંનેએ તે માટે તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. 

રાજ અને ડીકે હાલ મનોજ વાજપેયી સાથે 'ફેમિલી મેન' શોના ત્રીજા ભાગને અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત છે. તે પૂર્ણ થયા પછી તેઓ ઓગસ્ટથી 'રક્તબીજ'નું કામ શરુ કરી દેશે.

Gujarat