અદિતિ રાવ હૈદરી અને સાઉથ એક્ટર સિદ્ધાર્થે તેલંગાણા મંદિરમાં ગુપ્ત રીતે કરી લીધા લગ્ન: રિપોર્ટ
નવી મુંબઇ,તા. 27 માર્ચ 2024, બુધવાર
Aditi Rao Hydari and Siddharth Marriage : અદિતિ રાવ હૈદરીએ તેના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા છે. અહેવાલો અનુસાર, બંનેના લગ્ન વનપર્થીના શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં થયા હતા. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.અદિતિ અને સિદ્ધાર્થે તેમના પરિવાર અને નજીકના રિલેટીવ્સની હાજરીમાં લગ્ન કર્યા હતા.
એક અહેવાલ મુજબ, અદિતિ અને સિદ્ધાર્થે તેમના પરંપરાગત રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધાર્થ અને અદિતિના લગ્ન અત્યંત સાદગી સાથે થયા હતા. તેમના લગ્ન માટે તમિલનાડુના પૂજારીઓને બોલાવવામાં આવ્યા હતા. બંનેએ જ્યાં લગ્ન કર્યાં તે મંદિર વાનપર્થીમાં છે અને તેથી અદિતિનું આ સ્થાન સાથે ખાસ જોડાણ છે.
અદિતિ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે
વાસ્તવમાં, અભિનેત્રીના દાદા વાનપર્થી સંસ્થાનમના છેલ્લા શાસક હતા. આ સિવાય તે રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અદિતિ અકબર હૈદરીની પૌત્રી છે. તેમના દાદા મુહમ્મદ સાલેહ અકબર હૈદરી પણ આસામના પૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે.
સિદ્ધાર્થ અને અદિતિએ ફિલ્મ મહા સમુદ્રમમાં સાથે કામ કર્યું છે. જોકે, સિદ્ધાર્થ અને અદિતિ ઘણીવાર સાથે જોવા મળતા હતા. બંને એકબીજાના ફોટો પણ શેર કરતા હતા. સિદ્ધાર્થ અને અદિતિએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી.