અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે કર્યા 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન, સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી
Image: Aditi rao hydari Instagram
Aditi-Sidharth Wedding Pics: અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. આ કપલે માર્ચમાં સગાઈ કરી હતી અને ત્યારથી ફેન્સ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. વચ્ચે ઘણા એવા પણ અહેવાલ મળ્યા હતા કે આ કપલે ગુપચુપ રીતે લગ્ન કરી નાંખ્યા છે. ત્યારે હવે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિદ્ધાર્થ સાથેના લગ્નની પ્રથમ તસવીરો શેર કરી છે. લગ્નની તસવીરોમાં કપલ પરંપરાગત પોશાકમાં જોવા મળે છે.
અદિતિ-સિદ્ધાર્થે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા
લગ્નની જાહેરાત કરતી વખતે, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નનો ફોટો શેર કર્યો છે. તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યુ કે, ‘તમે મારો સૂર્ય, મારો ચંદ્ર અને મારા બધા તારા છો... અનંતકાળ માટે પિક્સી સોલમેટ બનવા માટે... હસવા માટે, ક્યારેય મોટા ન થવા માટે... અનંત પ્રેમ માટે, પ્રકાશ અને જાદુ માટે, મિસેજ એન્ડ મિસ્ટર શ્રી અદુ-સિધુ.’
આ તસવીરો પરથી એવું પણ લાગે છે કે આ કપલે માત્ર પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં જ લગ્ન કર્યા હતા. આ સાથે હવે તમામ ફેન્સ અને સેલેબ્સ કપલને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.
અદિતિ-સિદ્ધાર્થે તેમના લગ્નની ઘણી તસવીરો શેર કરી છે. જે દર્શાવે છે કે, બંનેએ મંદિરમાં લગ્ન કર્યા હતા. દુલ્હન બનેલી અદિતિ આ સમય દરમિયાન ખૂબ જ સિમ્પલ સ્ટાઈલમાં જોવા મળી હતી. લગ્ન પછી ઘરના વડીલો પણ નવ પરિણીત યુગલને આશીર્વાદ આપતા જોવા મળે છે. હાલમાં આ કપલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મહત્ત્વનું છે કે, આ વર્ષની શરૂઆતમાં વોગ ઈન્ડિયા સાથે વાત કરતી વખતે, અદિતિએ ખુલાસો કર્યો હતો કે તેણે અને સિદ્ધાર્થે વાનાપર્થીમાં 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. અમે વાનાપર્થીમાં 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કરીશું, જે મારા પરિવાર માટે મહત્ત્વનું છે.’
આ પણ વાંચો: સલમાન ખાનની સિકંદરમાં શર્મન જોશીની એન્ટ્રી