અદિતી રાવે લગ્નના સમાચાર વચ્ચે સિદ્વાર્થ સાથે કરી સગાઇ, શેર કરી પોસ્ટ
Image:Aditi Rao Hydari instagram
નવી મુંબઇ, તા. 28 માર્ચ 2024, ગુરુવાર
બોલિવૂડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી આ દિવસોમાં પોતાના લગ્નના સમાચારને કારણે ચર્ચામાં છે. ઘણા દિવસોથી એવા અહેવાલો હતા કે, અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ અને અભિનેતા સિદ્ધાર્થ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે.
લગ્નના સમાચાર વચ્ચે અભિનેત્રીએ હવે એક પોસ્ટ શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ દ્વારા અદિતિએ ફેન્સને જણાવ્યું કે, તે પરિણીત નથી પરંતુ સિદ્ધાર્થ સાથે સગાઈ કરી છે.
એકટ્રેસે શેર કરી પોસ્ટ
અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે સિદ્ધાર્થ સાથે તેની સગાઈની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ સુંદર તસવીર શેર કરતી વખતે અદિતિ રાવ હૈદરીએ કેપ્શનમાં લખ્યું છે કે, 'He Said Yes..Engaged.’ કપલની આ સુંદર તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે અને ફેન્સ આ કપલને કમેન્ટ કરીને શુભકામનાઓ આપી રહ્યાં છે.
મહત્વનું છેકે, અદિતિએ વર્ષ 2007માં એક્ટર સત્યદીપ મિશ્રા સાથે પણ લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ન ચાલ્યા અને બંને અલગ થઈ ગયા. તેમજ એક્ટર સિદ્ધાર્થના પહેલા લગ્ન વર્ષ 2003માં થયા હતા. પરંતુ વર્ષ 2007માં તેમના છૂટાછેડા થઈ ગયા.
સિદ્ધાર્થ અને અદિતિએ ફિલ્મ મહા સમુદ્રમમાં સાથે કામ કર્યું છે. આ કપલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પરંતુ બંનેએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. પરંતુ બોલિવુડની પાર્ટી, એવોર્ડ ફંક્શનમા બંને સાથે જોવા મળતા હતા. જોકે, સિદ્ધાર્થ અને અદિતિએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. વર્ક ફ્રન્ટ પર, 'હીરામંડી' સિવાય, અદિતિ પાસે 'ગાંધી ટોક્સ' અને 'શેરની' પણ છે.