અદિતિ ગોવારીકરને મિસિસ વર્લ્ડની નિર્ણાયક તરીકે આમંંત્રિત કરવામાં આવી
- 2001માં અભિનેત્રીએ મિસિસ વર્લર્ડનો એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા હતી
મુંબઇ : મિસિસ વર્લર્ડ વિવાહિત મહિલાઓની સૌંદર્ય સ્પર્ધા છે. જે ૧૯૮૪માં અમેરિકામાં શરૂ કરવામાં આવી હતી. જે આજે વિશ્વ સ્તર પરસૌથી મોટી સ્પર્ધા તરીકે ગણવામાં આવે છે. જે દુનિયાભરની વિવાહિત મહિલાઓની સુંદરતાને સમ્માનિત કરે છે. ૨૦૨૪ની આ સ્પર્ધા માટે અદિતિ ગોવારીકરને નિર્ણાયક તરીકે નિમંત્રણ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત તેને ૨૦૨૪ની મિસિસ વર્લ્ડ ૨૦૨૪ની જ્યૂરી પેનલનો હિસ્સો બનવા માટે પણ એક વિશેષ આમંત્રણ મળ્યું છે. જે ૨૧ જાન્યુઆરીના રોજ લાસ વેગાસમાં યોજાવાનું છે.
અદિતીએ આ બાબતે કહ્યુ હતુ કે, હું વિવાહિત મહિલાઓ માટેની સૌથી ભવ્ય સૌંદર્ય સ્પર્ધા મિસિસ વર્લ્ડ માં નિર્ણાયક બનવાનું આમંત્રણ પામીને સ્વયંને સમ્માનિત અને રોમાંચ અનુભવી રહી છું. મારા માટે આ એક શાનદાર અવસર છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૦૧માં આ પ્રતિષ્ઠિત એવોર્ડ અદિતી ગોવારીકરે મેળવ્યુો હતો. મિસિસ વર્લ્ડનો તાજ પહેરનારી તે પ્રથમ ભારતીય મહિલા હતી.