67 વર્ષે પણ અનિલ કપૂર આટલો ફિટ કેવી રીતે છે? વાંચો પુત્રી સોનમ કપૂરનો રસપ્રદ જવાબ...
નવી મુંબઇ,તા. 22 ફેબ્રુઆરી 2024, ગુરુવાર
અનિલ કપૂર બોલિવૂડનો એવરગ્રીન અભિનેતા ગણાય છે, જે પોતાના અભિયની સાથે ફિટનેસને કારણે પણ ચર્ચામાં રહે છે. તેની ફિટનેસના તો બોલિવૂડના યુવા કલાકારો પણ ચાહક છે. અનિલ કપૂરના ચાહકોને હંમેશા એ સવાલ થતો હોય છે કે, આખરે અનિલ કપૂરની ફિટનેસનું રહસ્ય શું છે? હવે અનિલ કપૂરની પુત્રી અને અભિનેત્રી સોનમ કપૂરે જ પિતાની ફિટનેસના રહસ્યનો જવાબ આપ્યો છે.
શું છે અનિલ કપૂરની ફિટનેસનું રહસ્ય?
67 વર્ષના હોવા છતાં અનિલ કપૂર ફિલ્મોમાં મુખ્ય રોમેન્ટિક પાત્રોથી લઈને પિતા સહિતની વિવિધ ભૂમિકા ભજવી રહ્યા છે. એક બુક લૉન્ચ ઇવેન્ટમાં, સોનમ કપૂરે તેમના પિતાની જીવનશૈલી તેમજ અભિનેતાની ફિટનેસ સિક્રેટની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘મારા પિતા એક્સટ્રિમિસ્ટ છે, જે દારૂ નથી પીતા, સ્મોકિંગ નથી કરતા અને એ સિવાય પણ ઘણી ખરાબ આદતોથી દૂર રહે છે.’
આ દરમિયાન સોનમે તેના કાકા બોની અને સંજય કપૂરની વિવિધ આદતો વિશે પણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘બોની કપૂર જીવનમાં વધુ સારી બાબતોમાં વ્યસ્ત રહે છે. તેઓ ક્યારેક ડ્રિંક કરે છે, જ્યારે સંજય કપૂર મધ્યમ જીવનશૈલી અપનાવે છે. મારા પરિવારના તમામ પુરુષો જેમ કે, દાદા સહિત બધા જ કુદરતી રીતે પણ દેખાવમાં સ્વસ્થ અને તંદુરસ્ત છે.’
સોનમે તેના પિતાની ફિટનેસનો શ્રેય તેની માતાને આપ્યો
સોનમ કપૂરે પિતા અનિલ કપૂરની ફિટનેસનો શ્રેય તેની માતા સુનીતા કપૂરને પણ આપ્યો હતો. તેણે હળવા અંદાજમાં કહ્યું હતું કે, ‘મારી માતા શરૂઆતથી જ પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. મારી માતાએ મુંબઇમાં સૌથી પહેલાં પર્સનલ જિમ ટ્રેનિંગ શરૂ કરી હતી, તે હંમેશા આરોગ્યને લઈને સજાગ રહે છે. તે પણ માતા ભારતીય પત્નીની જેમ પાપાને ડ્રિંક્સ અને સ્મોકિંગ જેવી બાબતોમાં કંટ્રોલ કરે છે.’
નોંધનીય છે કે, અનિલ કપૂર તાજેતરમાં સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ફાઇટર'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 350 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. સોનમ કપૂરની છેલ્લી રિલીઝ ફિલ્મ 'ધ ઝોયા ફેક્ટર' હતી. હાલમાં સોનમ અભિનયમાંથી બ્રેક લઈને લગ્ન જીવનમાં વ્યસ્ત છે.