'મને આવા સવાલોથી ચીડ ચડે છે...', શાંત સ્વભાવ માટે જાણીતી શ્રદ્ધા કપૂર અચાનક કેમ ભડકી?
Actress Shraddha kapoor: બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પોતાના સુંદર સ્વભાવ માટે જાણીતી છે. અભિનેત્રીનો ડાઉન ટુ અર્થ સ્વભાવ લાખો ચાહકોના દિલ જીતી લે છે. પરંતુ તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં જ્યારે એક મીડિયા કર્મીએ તેને તેની પર્સનલ લાઈફ અંગે સવાલ કર્યો ત્યારે તેની ધીરજ ખૂટી ગઈ. શ્રદ્ધા કપૂર પોતાની પર્સનલ લાઈફને જાહેર કરવા નથી માગતી તેને પોતાના પર્સનલ લાઈફના સવાલોથી ખૂબ જ ચીડ ચઢે છે. જ્યારે એક ઈવેન્ટમાં તેને તેના રિલેશન વિશે કન્ફર્મેશન માટે પૂછવામાં આવ્યું તો એક્ટ્રેસ ભડકી ગઈ હતી.
પર્સનલ લાઈફ વિશે સવાલ કરતા શ્રદ્ધા ભડકી ગઈ
હવે એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શ્રદ્ધા કપૂર સાથેની વાતચીતમાં તેને પૂછવામાં આવ્યું કે, અમે કાર્તિક આર્યનને પૂછ્યું હતું કે તે કઈ અભિનેત્રીને ડેટ કરવા માંગે છે અને ચાર વિકલ્પોમાં તમારું એક નામ હતું પરંતુ કાર્તિકે કહ્યું કે, ચારેય કોઈકને ને કોઈને ડેટ કરી રહી છે. તે કોઈ બીજાને થોડો સંકેત આપે છે? આ સવાલ સાંભળીને શ્રદ્ધા કપૂર ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, ઠીક છે. તો તેણે જે કહેવું હતું તે કહ્યું, શું તમને અહીં મારા માટે કોઈ પ્રશ્ન છે?
તાજેતરમાં જ શ્રદ્ધા કપૂર તેના રૂમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે જોવા મળી હતી
શ્રદ્ધા કપૂર તેના સંબંધો વિશે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે કોસ્મોપોલિટન સાથે વાત કરતા કહ્યું હતું કે, મને મારા પાર્ટનર સાથે સમય પસાર કરવો ગમે છે અને મૂવી જોવાનું, ડિનર માટે બહાર જવું અથવા તેની સાથે મુસાફરી કરવી ગમે છે. ગોસિપ સર્કલ્સની વાત કરીએ તો તાજેતરમાં જ શ્રદ્ધા કપૂર તેના રૂમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે જોવા મળી હતી. કહેવાય છે કે બન્ને ડેટ પર ગયા હતા.