ગોવિંદાને પરણવા માગતી હતી દિગ્ગજ અભિનેત્રી! પત્ની સુનીતાએ કહ્યું - 'જા લઈ જા, ખબર પડી જશે..'
Sunita Ahuja on Raveena Tandon : અભિનેતા ગોવિંદાની પત્ની સુનીતા આહુજા ફરી એકવાર સમાચારમાં છે. સુનીતાએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેના પતિ ગોવિંદાના અંગત જીવન વિશે ઘણાં ખુલાસા કર્યા છે. સુનીતાએ જણાવ્યું કે, અભિનેત્રી રવિના ટંડન ઘણીવાર મજાકમાં કહે છે કે જો તે ગોવિંદાને પહેલા મળી હોત તો તેની સાથે લગ્ન કરી લેત.
શું કહ્યું સુનીતાએ?
રવિના વિશે વાત કરતાં સુનીતાએ કહ્યું, 'રવિના હજુ પણ કહે છે કે જો હું ગોવિંદાને પહેલા મળી હોત તો તેની સાથે લગ્ન કરી લેત. મેં કહ્યું, 'જા લઈ જા, ખબર પડી જશે..' ત્યારબાદ જયારે હોસ્ટે સુનિતાને પૂછ્યું કે, જ્યારે ગોવિંદા 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં આવ્યો હતો ત્યારે તેણે ખુલાસો કર્યો હતો કે, જયારે ગોવિંદાને પગમાં ગોળી વાગી હતી ત્યારે શિલ્પા શેટ્ટી તેને મળવા આવી હતી. ત્યારે શિલ્પાએ મજાકમાં પૂછ્યું હતું કે, શું તે સમયે સુનિતા ઘરમાં હાજર હતી? શું તેણે બંદૂકનું ટ્રિગર દબાવ્યું હતું?
મેં તેને સીધી છાતી પર વાગી હોત
આ સાંભળીને સુનીતાએ કહ્યું હતું કે, 'મેં તે સમયે શિલ્પાને કહ્યું હતું કે જો મેં ગોળી મારી હોત તો હું તેને પગ પર નહીં પણ સીધી છાતી પર વાગી હોત. કામ કરવું હોય તો પૂરું કરો, ના કરો તો ના કરો.' ગોવિંદા અને રવિનાની વાત કરીએ તો બંનેએ 90ના દાયકામાં સાથે ઘણી સુપરહિટ ફિલ્મો સાથે કરી છે. ચાહકોને તેમની જોડી હંમેશા પસંદ આવી છે. ગોવિંગાએ શિલ્પા સાથે આગ, હાથકડી, પરદેશી બાબુમાં પણ કામ કર્યું છે.