90ના દાયકાની આ એકટ્રેસે બોલીવૂડના ખોલ્યા રાજ, સાઉથ ફિલ્મ ઇંડસ્ટ્રીની કરી પ્રશંસા

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
90ના દાયકાની આ એકટ્રેસે બોલીવૂડના ખોલ્યા રાજ, સાઉથ ફિલ્મ ઇંડસ્ટ્રીની કરી પ્રશંસા 1 - image


Ravina tandon: 90ના દાયકાની શ્રેષ્ઠ એક્ટ્રેસ રવીના ટંડને ધમાકેદાર બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને પોતાની શ્રેષ્ઠ ફિલ્મો દ્વારા દર્શકોના દિલો પર રાજ કર્યું છે. રવીનાએ બોલિવૂડથી લઈને સાઉથ સુધીની ફિલ્મોમાં કામ કર્યું છે. સાઉથની ફિલ્મો અને ઓટીટી દ્વારા ફરી એક વખત રવીના એક્ટિંગની દુનિયામાં કમબેક કરી ચૂકી છે. રવીના ટંડને માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ ઘણી અન્ય ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. તેણે પોતાના કામથી દરેક જગ્યાએ ઓળખ બનાવી છે.તાજેતરમાં જ એક્ટ્રેસે સાઉથ ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી વચ્ચેનો એક મોટો તફાવત જણાવ્યો છે.

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન રવિના ટંડને તેની ફિલ્મ 'તકદીરવાલા'ના શૂટિંગની એક ઘટના યાદ કરી. ખરેખર, ફિલ્મ 'તકદીરવાલા' એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી. તે તેલુગુ ફિલ્મ 'યામલીલા'ની હિન્દી રિમેક હતી. તેથી ફિલ્મની આખી ટીમ અને ક્રૂ તેલુગુ ઈન્ડસ્ટ્રીમાંથી હતા.

રવીના ટંડને સાઉથ ઈન્ડસ્ટ્રીને લઈને વાત કરી હતી. રવીનાએ ફિલ્મ તકદીરવાલાના શૂટિંગનો સમય યાદ કર્યો અને જણાવ્યું કે, સાઉથની ઓછા બજેટની ફિલ્મોની અંદર પણ તેને કોઈ પ્રકારની ઉણપ નથી જોવા મળી. સાઉથ ઈન્ડસ્ટ્રી ઓછા બજેટમાં પણ કેવી રીતે સારું કામ કરી લે છે. આ જોઈને રવીના ખૂબ ઈમ્પ્રેસ હતી. આ ફિલ્મમાં એક્ટ્રેસની સાથે-સાથે વેંકટેશ પણ લીડ રોલમાં હતો.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વખાણ કરતાં રવિનાએ કહ્યું કે 'અમે મોરેશિયસમાં માત્ર 9 લોકોની ટીમની સાથે ફિલ્મના પાંચ ગીત શૂટ કર્યા હતા, કોઈ લાઈટ મેન નહીં, કોઈ જનરેટર નહીં, કોઈ લાઈટ નહીં, કંઈ પણ નહીં. તેમણે ગીતને બે બેબી લાઈટ અને માત્ર રિફ્લેક્ટરની સાથે શૂટ કર્યું હતું.  આ રીતે તમામ ગીત શૂટ કરવામાં આવ્યા અને તમે તે ગીતોની ક્વોલિટી જોઈ શકો છો.'

રવીના ટંડને બોલિવૂડના ગીતોના ફોરેન શૂટિંગ અંગે પણ વાત કરી. એક્ટ્રેસે જણાવ્યું કે, 'મેકર્સ લગભગ 200 લોકોની ટીમ તૈયાર કરે છે. જે સાઉથની ફિલ્મોની સરખામણીએ ખૂબ વધુ છે.'

બોલિવૂડમાં 1 ગીતના શૂટ માટે 200 ક્રૂની ટીમ

આ સિવાય રવિના ટંડને બોલિવૂડ ગીતોના આઉટડોર શૂટિંગ વિશે વાત કરતા કહ્યું કે, 'જ્યારે હું મુંબઈમાં શૂટિંગ કરતી હતી અને અમે સ્વિટ્ઝર્લેન્ડ અથવા અન્ય કોઈ જગ્યાએ જતા હતા ત્યારે મારી સાથે 200 લોકોનો ક્રૂ જતો હતો. હું કહેતી હતી કે, આની શું જરૂર છે. જ્યારે અમે માત્ર 10 લોકો સાથે આ કામ કરી શકીએ છીએ.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, રવિના ટંડન છેલ્લે કન્નડ ફિલ્મ 'KGF ચેપ્ટર 2'માં જોવા મળી હતી, જેમાં તેણે દક્ષિણના અભિનેતા યશ અને સંજય દત્ત સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના ત્રીજા ભાગની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે રવિના ટંડન 'વેલકમ ટુ ધ જંગલ'માં જોવા મળશે. આ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે, જેમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, શ્રેયસ તલપડે, દિશા પટણી અને અન્ય ઘણા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.


Google NewsGoogle News