ડ્રામા ક્વિન રાખી સાવંતને કેન્સર? એક્સ પતિએ આપી હેલ્થ અપડેટ

Updated: May 16th, 2024


Google NewsGoogle News
ડ્રામા ક્વિન રાખી સાવંતને કેન્સર? એક્સ પતિએ આપી હેલ્થ અપડેટ 1 - image


બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે એકટ્રેસને હાર્ટ સંબંધિત કોઈ બિમારીના કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. અભિનેત્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ ફોટોમાં રાખી હોસ્પિટલના બેડ પર જોવા મળે છે. રાખી સંપૂર્ણપણે બેભાન છે અને ડોક્ટર તેની તપાસ કરી રહ્યા છે. આ સમાચારથી રાખીના ફેન્સ ટેન્શનમાં છે. તબીબોનું કહેવું છે કે રાખીની હાલત થોડી નાજુક છે. જો કે તેની સાથે શું થયું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

રાખી સાવંતનો એક્સ પતિ રિતેશે જણાવ્યું હતું કે, રાખીને છાતી અને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે, ડોક્ટરોએ રાખીના ગર્ભાશયમાં એક ટ્યૂમરની જાણકારી મળી છે. જેના કારણે તબીબોને શંકા છે કે, રાખીને કેન્સર છે. જો કે હજુ સુધી રિપોર્ટ્સ સામે આવ્યા નથી. જ્યારે રિતેશે કહ્યું, 'આ મજાકની વાત નથી. રાખીએ પોતાની એક એવી ઈમેજ બનાવી છે જ્યાં લોકોને લાગે છે કે આ બધું ડ્રામા છે. જો રાખીની હાલત નાજુક છે તો તે નાજુક છે.

આદિલે સવાલો ઉઠાવ્યા

આદિલે એક વીડિયો બનાવ્યો જેમાં તેણે રાખીના સ્વાસ્થ્ય વિશે વાત કરી અને તેના પર સવાલો ઉઠાવ્યા. તેણે કહ્યું કે આ કેવી રીતે પબ્લિસિટી સ્ટંટ પણ હોઈ શકે છે'કોર્ટની તારીખ નજીક આવી રહી છે, જો તે કોઈપણ પ્રકારનો પબ્લિસિટી સ્ટંટ કરી રહી છે તો... કોર્ટ, લોકો અને દરેક વ્યક્તિ તમને જોઈ રહી છે. આનાથી વધુ ઘૃણાસ્પદ કંઈ હોઈ શકે નહીં.

આદિલ ખાન દુર્રાની પહેલા રાખીએ રિતેશ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ બિગ બોસ 15માં ભાગ લીધો હતો પરંતુ ફેબ્રુઆરી 2022માં શો પૂરો થયા બાદ તરત જ અલગ થઈ ગયા હતા. 


Google NewsGoogle News