TV સિરીયલ મહાભારતની 'દ્રૌપદી' 6 વર્ષ પછી ટીવી પર કરશે કમબેક?
Maddam Sir season: ટીવીના લોકપ્રિય કોમેડી શો 'મૅડમ સર'ની પ્રથમ સિઝનને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે આ શોના મેકર્સ બીજી સીઝન લાવવાની તૈયારી કરી રહ્યા છે.
આ શોની પ્રથમ સીઝનમાં ગુલ્કી જોશી, યુક્તિ કપૂર, પ્રિયાંશુ સિંહ, સોનાલી નાઈક અને ભાવિકા શર્મા મહત્વની ભૂમિકામાં હતા. આ વખતે સિરિયલમાં કેટલાક નવા ચહેરા હવે જોવા નહી મળે. મળતી માહિતી પ્રમાણે'મેડમ સર'ની સીઝન 2માં ગુલ્કી જોશી અને 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં જોવા મળેલી અભિનેત્રી ભાવિકા શર્મા પણ આ સીઝનનો ભાગ નહીં હોય.
તો બીજી તરફ કેટલાક નવા ચહેરા આ સીરિયલમાં જોવા મળશે. સુપરહિટ શો મહાભારતમાં દ્રૌપદીની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં ફેમસ થયેલી પૂજા શર્મા આ શોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
મહાભારતની 'દ્રૌપદી' 6 વર્ષ પછી ટીવી પર કમબેક કરશે
એકટ્રેસ પૂજા શર્મા 6 વર્ષ પછી ટીવી પર કમબેક કરવા માટે તૈયાર છે. તેણે પૌરાણિક સિરિયલમાં પોતાના સંસ્કારી અવતારથી દર્શકોના દિલ જીતી લીધા હતા. પૂજાએ 2012માં 'તેરી મેરી લવ સ્ટોરીઝ'થી એક્ટિંગની શરૂઆત કરી હતી પરંતુ, તેને મહાભારતમાં દ્રૌપદીના પાત્રથી ઘણી લોકપ્રિયતા મળી. એકટ્રેસે 'મહાકાલી - અંત હી આરંભ હૈ' માં મહાકાલી/પાર્વતીની ભૂમિકાથી પણ લાખો દિલ જીતી લીધા હતા.
એક્ટિંગમાં આવતા પહેલા પૂજા શર્મા એક મોડલ હતી, તેણે હિટ ટીવી શોમાં કામ કર્યું છે. શો 'મેડમ સર' ફેબ્રુઆરી 2020 માં શરૂ થયો હતો અને આ સિરિયલ તરત જ હિટ બની હતી.
મેડમ સર'ના મેકર્સ હવે તેની બીજી સીઝનમાં એક નવા ટ્વિસ્ટ સાથે ફેન્સનું મનોરંજન કરવા આવી રહ્યા છે. આ સાથે, ટીમ શોની બીજી સીઝન માટે ઘણા નવા કલાકારોની શોધમાં છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુલ્કી જોશી અને સોનાલી નાઈક ફરીથી તેમની ભૂમિકામાં જોવા મળી શકે છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.