અભિનેત્રી નીતુ કપૂર કોરોના પોઝિટિવ, શૂટિંગ પરથી આવ્યા બાદ ટેસ્ટ પોઝિટિવ નીકળ્યો
- નીતુએ પોતે સમાચારને સમર્થન આપ્યું
મુંબઇ તા.10 ડિસેંબર 2020 ગુરૂવાર
અભિનેત્રી નીતુ સિંઘ કપૂરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાના રિપોર્ટને ખુદ નીતુએ સમર્થન આપ્યું હતું.
રિશિ કપૂરના નિધન પછી એકલતા ટાળવા નીતુ પોતાની ફિલ્મોના શૂટિંગમાં બીઝી રહેતી હતી. તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ જુગ જુગ જીયોના શૂટિંગ માટે નીતુ ચંડીગઢ ગઇ ઙતી.
ત્યાંથી આવ્યા બાદ એણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. એ ટેસ્ટમાં પોઝિટિવ હોવાની માહિતી મળતાં ખુદ નીતુએ સોશ્યલ મિડિયા પર સમર્થન આપ્યું હતું કે મને કોરોના પોઝિટિવ થયો હતો. હાલ હું આઇસોલેશનમાં રહું છું. મને ડૉક્ટરોએ આપેલી તમામ સૂચનાઓનું પાલન હું કરી રહી છું. મારા સંપર્કમા આવેલા સૌ કોઇને હું કોરોના ટેસ્ટ કરાવી લેવાની વિનંતી કરું છું.
તેણે પોતાના ચાહકોને અપીલ કરી હતી કે હું બહુ જલદી તમારી સમક્ષ હાજર થઇ જઇશ.