શું મૃણાલ ઠાકુર તેલુગુ એક્ટર સાથે લગ્ન કરવા જઈ રહી છે? એક્ટ્રેસે કહી આ મોટી વાત
Image Source: Facebook
મુંબઈ, તા. 03 નવેમ્બર 2023 શુક્રવાર
એક્ટ્રેસ મૃણાલ ઠાકુર તે અભિનેત્રીઓ પૈકીની એક છે જેમણે માત્ર બોલીવુડ જ નહીં પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ દર્શકો પાસેથી વાહવાહી લૂંટી છે. મૃણાલ ઠાકુર પોતાની એક્ટિંગની સાથે જ પોતાની સ્માઈલથી પણ ચાહકોનું દિલ જીતી લે છે. મૃણાલ અત્યારે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે અને કહેવાઈ રહ્યુ છે કે તે ટૂંક સમયમાં જ એક તેલુગુ એક્ટર સાથે લગ્ન કરવાની છે.
ક્યારથી શરૂ થઈ ચર્ચા
રિપોર્ટ અનુસાર મૃણાલ ઠાકુર એક તેલુગુ એક્ટરને પ્રેમ કરે છે અને ટૂંક સમયમાં જ લગ્ન કરી શકે છે. આ વાત પ્રોડ્યૂસર અલ્લૂ અરવિંદના એક સ્ટેટમેન્ટ બાદથી જોર પકડી રહી છે, જ્યારે તેમણે ફિલ્મ સીતા રામમ માટે મૃણાલ ઠાકુરને બેસ્ટ ફિમેલ એક્ટરના એવોર્ડની સાથે જ તેને ટૂંક સમયમાં લગ્ન કરવાના આશીર્વાદ આપતા કહ્યુ હતુ - હુ ઈચ્છુ છુ કે આ હૈદરાબાદમાં જ સેટલ થઈ જાય.
લગ્ન વિશે મૃણાલ ઠાકુરનું નિવેદન
મૃણાલ ઠાકુરે લગ્ન વિશે વાત કરી. મૃણાલ ઠાકુરે કહ્યુ, હુ લગ્નમાં વિશ્વાસ કરુ છુ. મે મારી આસપાસ ઘણા બધા સારા સક્સેસફુલ લગ્નો જોયા છે. કેમ કે તેઓ એકબીજા માટે જ બન્યા હતા. આપણને બસ એ વાતનો અંદાજો હોવો જોઈએ કે જેની સાથે આપણે લગ્ન કરી રહ્યા છીએ તે આપણા માટે જ બન્યા છે. હવે આ શખ્સ તમને 18, 20, 30, 40, 50 કે પછી 60... કોઈ પણ ઉંમરે મળી શકે છે.
લગ્ન કરવાની કોઈ સાચી ઉંમર હોતી નથી
મૃણાલ ઠાકુરે કહ્યુ કે લગ્ન કરવાની કોઈ પણ સાચી ઉંમર હોતી નથી. બસ તમને યોગ્ય શખ્સ મળવો જોઈએ અને જ્યારે તે મળી જાય તો રાહ જુઓ નહીં પરંતુ લગ્ન કરી લો. મૃણાલ ઠાકુર છેલ્લી વખત વેબ સિરીઝ મેડ ઈન હેવન 2 માં દેખાઈ હતી. તેની ફિલ્મ આંખ મિચોલી આજે રિલીઝ થઈ છે. જેમાં તેની સાથે પરેશ રાવલ, અભિમન્યુ, શરમન જોશી, અભિષેક બેનર્જી વગેરે મુખ્ય પાત્રમાં છે. આગામી સમયમાં તે પિપ્પા, ફેમિલી સ્ટાર અને હાઈ નાનામાં નજર આવશે.