Get The App

અમિતાભ બચ્ચનની પાડોશી બની ક્રિતી સેનન, આટલા કરોડમાં ખરીધ્યો પ્લોટ

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
અમિતાભ બચ્ચનની પાડોશી બની ક્રિતી સેનન, આટલા કરોડમાં ખરીધ્યો પ્લોટ 1 - image


બોલિવૂડ સ્ટાર્સ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. હવે આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનનનું નામ પણ જોડાઈ ગયું છે. તેણે મહારાષ્ટ્રના અલીબાગમાં પ્રીમિયમ પ્રોપર્ટી ખરીદી છે.

અભિનેત્રી ક્રિતી સેનને અલીબાગમાં ધ હાઉસ ઓફ અભિનંદન (HoABL) માં પ્રીમિયમ પ્લોટ ખરીદ્યો છે. આ સાથે તે અમિતાભ બચ્ચનની પાડોશી બની ગઈ છે. સૂત્રોનું માનીએ તો અભિનેત્રીએ આ 2000 સ્કેવર ફીટના પ્લોટ માટે અંદાજે રૂ. 2.25 કરોડ ચૂકવ્યા છે. કૃતિના પિતા રાહુલ સેનન પ્લોટની નોંધણી પ્રક્રિયા માટે હાજર હતા.

આ સમગ્ર ડીલ 2 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ, HoABL એ ક્રિતી સેનન દ્વારા પ્રોપર્ટી ખરીદવાનું સ્વીકાર્યું છે, પરંતુ કેટલી રકમ માટે પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી તેનો ખુલાસો કર્યો નથી.

અન્ય એક રિપોર્ટ અનુસાર, આ પ્રોપર્ટી ખરીદ્યા બાદ ક્રિતી સેનને કહ્યું કે, મારા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે કે મેં અલીબાગમાં પોતાના દમ પર પ્રોપર્ટી ખરીદી છે. હું ઘણા સમયથી અલીબાગમાં પ્રોપર્ટી ખરીદવા માંગતી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અલીબાગમાં પ્રોપર્ટી ખરીદવા માટે લોકોમાં હરીફાઈ ચાલી રહી છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ અહીં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. અગાઉ, આ જ પ્રોજેક્ટ એટલે કે 'ધ હાઉસ ઓફ અભિનંદન'માં સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને 10,000 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો. તેની કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ છે.

સરકાર મુંબઈ અને અલીબાગ વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL)ના કારણે અલીબાગમાં પ્રોપર્ટી ખરીદનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.


Google NewsGoogle News