પતિ અજય દેવગનની રાહે કાજોલ, આ ફિલ્મમાં પોલીસની ભૂમિકામાં આવશે નજર

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
પતિ અજય દેવગનની રાહે કાજોલ, આ ફિલ્મમાં પોલીસની ભૂમિકામાં આવશે નજર 1 - image


                                                     Image Source: Facebook

મુંબઈ, તા. 19 ઓક્ટોબર 2023 ગુરૂવાર

સિંઘમ ફ્રેન્ચાઈઝીની ફિલ્મોમાં દબંગ પોલીસ અધિકારી બાજીરાવ સિંઘમની ભૂમિકામાં અભિનેતા અજય દેવગણને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો. અજય અત્યારે સિંઘમ અગેઈનની શૂટિંગમાં વ્યસ્ત છે. હવે પોલીસ કર્મચારીની ભૂમિકામાં અજયની તેમની પત્ની અને અભિનેત્રી કાજોલ સાથે ટક્કર થવાની છે. 

ફિલ્મ દો પત્તીમાં આવશે નજર

કાજોલ પોતાની આગામી ફિલ્મ દો પત્તીમાં મહિલા પોલીસ અધિકારીની ભૂમિકામાં હશે. લગભગ 3 દાયકાના ફિલ્મી સફરમાં કાજોલ આ ફિલ્મમાં પહેલી વખત પોલીસ કર્મચારીની ભૂમિકા નિભાવી રહી છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર દો પત્તીમાં કાજોલ ઉત્તર ભારતના બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલી એક નિર્ભીક અને બેધડક પોલીસ કર્મચારીની ભૂમિકામાં હશે. ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી કૃતિ સેનન પણ મહત્વની ભૂમિકામાં છે.

કૃતિનું પ્રોડ્યુસર તરીકે ડેબ્યૂ

અભિનયની સાથે કૃતિ આ ફિલ્મથી પ્રોડ્યુસર તરીકે પોતાની નવી ઈનિંગ શરૂ કરી રહી છે. ફિલ્મમાં તેમની ભૂમિકા પણ છે. ફિલ્મની કહાની એવી છે કે ફિલ્મમાં કાજોલ અભિનીત પાત્ર, કૃતિના પાત્રની શોધ કરે છે. આ દરમિયાન કહાનીમાં ઉતાર-ચઢાવની ઘણી ઘટના ઘટે છે. આ ફિલ્મનું શૂટિંગ ગત ઓગસ્ટમાં મુંબઈમાં શરૂ થયુ હતુ. જે બાદ ગત શનિવારે આ ફિલ્મનું ઉત્તરાખંડ શેડ્યૂલ પૂરુ થયુ.

નેટફ્લિક્સ માટે બની રહેલી આ ફિલ્મની ટીમ હવે ત્રીજા શેડ્યૂલની શૂટિંગની તૈયારીમાં છે. સિંઘમની ભૂમિકામાં અજયે તો ખૂબ લોકપ્રિયતા મેળવી હવે જોવાનું એ રહેશે કે શું કાજોલને પણ પોલીસ કર્મચારીની ભૂમિકામાં એટલી જ પસંદ કરવામાં આવશે કે નહીં. 


Google NewsGoogle News