રશ્મિકા મંદાના બાદ હવે Kajol બની DeepFake વીડિયોનો શિકાર, એક્ટ્રેસનો બનાવટી અશ્લીલ વીડિયો વાયરલ
કાજોલનો બનાવટી અશ્લિલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
વીડિયોમાં કાજોલ નહીં પરંતુ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે
kajol Deepfake videos viral : રશ્મિકા મંદાના ગત દિવસોમાં પોતાના ડીપ ફેક વીડિયોના કારણે ખુબ ચર્ચામાં રહી. ત્યારે રશ્મિકા બાદ હવે બોલિવુડ એક્ટ્રેસ કાજોલ આ ટેકનિકનો શિકાર બની છે. કાજોલનો બનાવટી અશ્લિલ વીડિયો સામે આવ્યો છે, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ વાયરલ બનાવટી વીડિયોને અમે દર્શાવી શકીશું નહીં.
રશ્મિકા મંદાના બાદ હવે Kajol બની DeepFake વીડિયોનો શિકાર
વીડિયોમાં ડીપ ફેક ટેકનિકનો ઉપયોગ કરીને એક્ટ્રેસને અશ્લિલ રીતે રજૂ કરવામાં આવી છે. ડીપ ફેકથી એડિટ કરવામાં આવેલા વીડિયોમાં એક્ટ્રેસને કપડા બદલતી દર્શાવાઈ છે. કાજોલનો આ બનાવટી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેમના ફેન્સ આ વીડિયો પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે, આ વીડિયોને શેર કરતા લખવામાં આવ્યું છે કે, 'કેમેરામાં કપડા બદલતા કેદ થઈ કાજોલ દેવગણ.'
વીડિયોમાં કાજોલ નહીં પરંતુ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કાજોલ કેમેરાની સામે કપડા બદલતી નજરે આવી રહી છે. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કાજોલ નથી, પરંતુ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે. તેમણે પોતાના આ વીડિયોને ટિક-ટોક પર શેર કર્યો હતો, જે ખુબ વાયરલ થયો હતો. જણાવી દઈએ કે, આ વીડિયોને તેણે જૂન મહિનામાં શેર કર્યો હતો. ત્યારે જો તમે આ વીડિયોને ધ્યાનથી જોશો, તો અનેક વખત ચેહરા બદલાતા જોવા મળશે.
રશ્મિકા મામલે પોલીસે લીધા એક્શન
જણાવી દઈએ કે, રશ્મિકા મંદાના વાળા કેસમાં દિલ્હી પોલીસે 10 નવેમ્બરે ફરિયાદ દાખલ કરી હતી. જ્યારબાદ 15 નવેમ્બરે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. દિલ્હી પોલીસની ifso યૂનિટે બિહારના રહેવાસી 19 વર્ષિય યુવકને કસ્ટડીમાં લીધો છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.