ધર્મેન્દ્રની દીકરી ઈશા દેઓલ અને ભરત તખ્તાનીના થયા છૂટાછેડા, 12 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
ધર્મેન્દ્રની દીકરી ઈશા દેઓલ અને ભરત તખ્તાનીના થયા છૂટાછેડા, 12 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત 1 - image


Esha Deol Divorce : છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ એક્ટ્રેસ ઈશા દેઓલ અને તેમના પતિ ભરત તખ્તાની વચ્ચે વિવાદના સમાચાર આવી રહ્યા હતા. તેવામાં ઈશા અને ભરત બંનેએ જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરીને અલગ થવાની વાત પર મહોર લગાવી છે.

દિલ્હી ટાઈમ્સે પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, ઈશા અને ભરતે સંયુક્ત નિવેદન જાહેર કરીને આ અંગે જણાવ્યું છે. તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'એકબીજાની સહમતિથી એકબીજાએ અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારા જીવનનું આ પગલું અમારા બાળકો માટે શું યોગ્ય છે, તે મહત્વ ધરાવે છે. અમારી પ્રાઈવસીનો ખ્યાલ રખાશે તો અમે તેનો આદર કરીશું.

ઘણા સમયથી બંને વચ્ચે વિવાદ થયો હોવાના આવતા હતા સમાચાર

બંને વચ્ચે મતભેદના સમાચારો ઘણા સમયથી આવી રહ્યા હતા. એવું એટલા માટે પણ કારણ કે પબ્લિકલી એક સાથે નજરે નથી આવી રહ્યા. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સનો દાવો હતો કે ભરત પોતાની પત્નીને દગો આપી રહ્યો છે. રેડિટ પર એક યૂઝરે એ પણ દાવો કર્યો હતો કે ભરત ન્યૂ યર દરમિયાન બેંગલુરુમાં એક પાર્ટીમાં જોવા મળ્યો હતો. જોકે, આ સમાચારો પર દેઓલ ફેમિલી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

2012માં ઈશાએ કર્યા હતા લગ્ન

ઈશા દેઓલ અને ભરત તખ્તાનીએ 29 જૂન 2012ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્ન ઈસ્કોન મંદિરમાં ખુબ સાદગીથી કરાયા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ બંને દીકરી રાધ્યાના પેરેન્ટ્સ બન્યા અને 2019માં ઈશાએ બીજી દીકરી મિરાયાને જન્મ આપ્યો હતો.

કોણ છે ભરત તખ્તાની?

ભરત તખ્તાની મુંબઈના એચ આર કોલેજથી કોમર્સ અને ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ છે. બોલીવુડ લગ્નના અનુસાર, ઈશા અને ભરત અલગ અલગ શાળાઓમાં ભણ્યા હતા, પરંતુ એક ઈન્ટરસ્કૂલ કોમ્પિટિશન દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી અને અહીંથી બંને વચ્ચે સંબંધો વધ્યા. કોલેજ પૂર્ણ કર્યા બાદ ભરતે પોતાના પિતાના બિઝનેસને આગળ વધારવાનું કામ કર્યું. ભરત તખ્તાની આરજી બેંગલ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના માલિક છે. તેઓ એક હીરાના વેપારી છે.



Google NewsGoogle News