કરોડપતિ બિઝનેસમેન સાથે લગ્ન કરવાનો આ એક્ટ્રેસને પસ્તાવો, કહ્યું- જીવન બરબાદ થયું, હવે.....
Actress Daljit Kaur : ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી અને ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક દલજીત કૌર હવે વ્લોગર બનીને પોતાનું નવું જીવન શરૂ કરી રહી છે છે. હાલમાં પોતાના અંગત જીવનને લઈને દલજીત ચર્ચામાં રહી હતી. ગયા વર્ષે માર્ચમાં દલજીતે કેન્યા સ્થિત બિઝનેસમેન નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના 10 મહિના બાદ તે બધું છોડીને ભારત પરત આવી ગઈ હતી.
દલજીતે તેના ભૂતપૂર્વ પતિ નિખિલ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, તે મને છેતરી રહ્યો હતો. નિખિલે કેન્યાની કોર્ટમાં દલજીત સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. દલજીતે ઘણી આશા સાથે બીજી વાર લગ્ન કર્યા હતા, પરંતુ 10 મહિનામાં જ તેની સાથે જે બન્યું તેનાથી તે ભાંગી ગઈ હતી. હવે સોશિયલ મીડિયા પર દલજીત દરરોજ તેના તૂટેલા લગ્નનું દર્દ વ્યક્ત કરતી જોવા મળે છે.
દલજીતે લખ્યું કે, જ્યારે પણ જીવન તમને બીજી તક આપે છે, ત્યારે તમે એ બધું કરવા માંગો છો કે, જે તમે પહેલા ક્યારેય નથી કરી શક્યા, લગ્ન પછી જિંદગી બરબાદ થયા બાદ હું મારી જાતને ફરીથી શોધી રહી છું.' દલજીતની પોસ્ટ દર્શાવે છે કે, તે પોતાના ખરાબ લગ્નજીવનથી અત્યંત પરેશાન છે, તેમ છતાં તે પોતાની જાતને સંભાળતાં આગળ વધી રહી છે.