22 વર્ષ મોટા અનિલ કપૂરને KISS કરવા મજબૂર કરી: અભિનેત્રીનો ડાયરેક્ટર પર ગંભીર આરોપ
Actress Anjana Sukhani: અભિનેત્રી અંજના સુખાની પોતાના તાજેતરના ઈન્ટરવ્યૂને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, ફિલ્મ 'સલામ-એ-ઈશ્ક'માં કામ કરવાનો મારો અનુભવ ખૂબ જ ખરાબ હતો. અંજના સુખાનીએ જણાવ્યું કે, ફિલ્મના ડાયરેક્ટર નિખિલ અડવાણીએ શૂટિંગ દરમિયાન અચાનક મને 22 વર્ષ મોટા અનિલ કપૂર સાથે કિસિંગ સીન કરવા માટે મજબૂર કરી હતી.
અભિનેત્રીનો ડાયરેક્ટર પર ગંભીર આરોપ
અંજનાએ જણાવ્યું કે, અચાનક જ અનિલ કપૂર સાથે કિસિંગ સીન આપવાની ડિમાન્ડથી હું શોક્ડ રહી ગઈ હતી. મને કિસિંગ સીન માટે માનસિક રીતે તૈયાર થવાનો પણ સમય નહોતો મળ્યો. હું ઈન્ડસ્ટ્રીમાં નવી હતી, તેથી લોકોને એમ લાગતું હતું કે, હું ઈનકાર નહીં કરું. અભિનેત્રીએ દાવો કર્યો કે હું વિરોધ ન કરી શકી અને મારે ડાયરેક્ટરની ડિમાન્ડ પૂરી કરવી પડી. હું તે સમયે રડી પડી હતી.
કોઈ સ્ટાર કિડ સાથે આવું નથી થતું
ઈન્યરવ્યૂમાં અભિનેત્રીએ આગળ કહ્યું કે નવા લોકોને ઈન્ડસ્ટ્રીમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે, કારણ કે લોકો વિચારે છે કે તેઓ કંઈ નહીં કહેશે. મને અંત સુધી કિસિંગ સીન વિશે જણાવવામાં નહોતું આવ્યું. પરંતુ કોઈ સ્ટાર કિડ સાથે આવું નથી થતું. અભિનેત્રીને આગળ પૂછવામાં આવ્યું કે તમે સ્ક્રિપ્ટમાં કિસિંગ સીન ન હોવા પર સવાલ કેમ ન ઉઠાવ્યો? તેના પર અભિનેત્રીએ કહ્યું કે, મને નથી લાગતું કે હું તે પરિસ્થિતિમાં હતી. હું ગભરાઈ ગઈ હતી. મારી આસપાસ કોઈ નહોતું જેની સાથે હું આ વિશે વાત કરી શકું. મને માત્ર એટલું કહેવામાં આવ્યું કે મારે આ કરવાનું છે. એક અભિનેત્રી તરીકે હું સમજું છું કે જો સ્ક્રિપ્ટની ડિમાન્ડ હોય તો કિસિંગ સીન માટે ઓપન રહેવું પડશે.
મને અચાનક કિસિંગ સીન માટે કહેવામાં આવ્યું
મારું માત્ર એટલું કહેવાનું છે કે, કિસિંગ સીન્સ માટે પહેલા જણાવી દેવામાં આવે, જેથી હું ખુદને મેન્ટલી રેડી કરી શકું. અંજનાએ કહ્યું કે જ્યારે મને અચાનક કિસિંગ સીન માટે કહેવામાં આવ્યું ત્યારે હું રડવા માગતી હતી. જો મને અડધો કલાક કે એક કલાક પહેલા પણ કહેવામાં આવ્યું હોત, તો પણ હું કદાચ આ સીન માટે પોતાને તૈયાર કરી શકી હોત.