Get The App

ઐશ્વર્યા રાયે નામ આગળથી 'બચ્ચન' સરનેમ હટાવી! દુબઈમાં છવાઈ પણ ફેન્સ ચોંકી ઊઠ્યાં

Updated: Nov 28th, 2024


Google News
Google News
Aishwarya Rai


Aishwarya Rai Removes Bachchan Surname: બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાયની સુંદરતા અને ગ્લેમરસ વ્યક્તિત્વ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. હાલમાં અભિષેક બચ્ચન સાથે છૂટાછેડાની અફવાઓ છેલ્લા ઘણા સમયથી જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન, તાજેતરમાં ઐશ્વર્યાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોયા બાદ ફેન્સમાં ફરી એકવાર છૂટાછેડાને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. શું છે આખો મામલો, ચાલો જાણીએ... 

ઐશ્વર્યાએ નામમાંથી બચ્ચન સરનેમ હટાવી

હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન દુબઈમાં આયોજિત ગ્લોબલ વુમન્સ ફોરમમાં ભાગ લેવા પહોંચી હતી, પરંતુ આ ઈવેન્ટમાં કંઈક એવું બન્યું જેણે સોશિયલ મીડિયા પર ચર્ચા છંછેડી. ખરેખર, ઐશ્વર્યા રાયના નામમાંથી 'બચ્ચન' સરનેમ ગાયબ હતી, જે લોકો માટે આશ્ચર્યજનક હતું. હવે સવાલ ઉઠવા લાગ્યો છે કે આવું કેમ થયું? શું આ માત્ર સંયોગ હતો કે તેની પાછળ કોઈ અન્ય કારણ હોઈ શકે?

આ ઇવેન્ટ દરમિયાન, ઐશ્વર્યા રાયનું નામ સ્ક્રીન પર ફક્ત 'ઐશ્વર્યા રાય' તરીકે દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે સામાન્ય રીતે તેના નામ સાથે 'બચ્ચન' અટક જોડવામાં આવે છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયા અને યુઝર્સે આ અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું. એક યૂઝરે લખ્યું, 'આખરે તેના નામમાંથી 'B' શબ્દ ગાયબ થઈ ગયો', જ્યારે કેટલાક અન્ય યુઝર્સે પણ ઐશ્વર્યાની સુંદરતાના વખાણ કર્યા.

આ પણ વાંચો: રણવીર સિંહની ડોન 3 ફિલ્મનું શૂટિંગ ફરી લંબાઇ ગયુ

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એવી અફવાઓ હતી કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે કોઈ સમસ્યા છે અને તેમના છૂટાછેડાના સમાચાર પણ સામે આવ્યા હતા. જો કે હજુ સુધી આ મામલે બચ્ચન પરિવાર કે ઐશ્વર્યા રાય તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી. પોતાના બ્લોગ દ્વારા લોકોને સલાહ આપતા અમિતાભ બચ્ચને સત્ય તપાસ્યા વિના સમાચાર ફેલાવનારાઓની ટીકા કરી હતી.

ઐશ્વર્યા રાયે નામ આગળથી 'બચ્ચન' સરનેમ હટાવી! દુબઈમાં છવાઈ પણ ફેન્સ ચોંકી ઊઠ્યાં 2 - image

Tags :
Aishwarya-raidubaibachchan-surname

Google News
Google News