Get The App

અભિનયની દુનિયામાં પગ મૂકનાર કલાકારે કિંગ ખાન સાથે કરી પોતાની તુલના, કહ્યું - 'મારી સાથે પણ..'

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
shah-rukh-khan


Raghav Juyal: ડાન્સ ઈન્ડિયા ડાન્સ રિયાલિટી શોથી ડેબ્યૂ કરનાર રાઘવ જુયાલ પણ એક સારો અભિનેતા છે તેમાં કોઈ શંકા નથી. રાઘવે અત્યાર સુધી વેબ સિરીઝ અને ફિલ્મો કામ કર્યું છે. વર્ષ 2014માં સોનાલી કેબલ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર રાઘવ જુયાલે હવે મોટા પડદા પર વિલનની ભૂમિકા નિભાવી છે. કરણ જોહર અને ગુનીત મોંગા દ્વારા નિર્મિત ફિલ્મ કિલમાં રાઘવ નેગેટિવ રોલમાં જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રાઘવે તેની બોલિવૂડ (Bollywood) સફરની તુલના શાહરૂખ ખાન સાથે કરી હતી.

રાઘવ કિલ ફિલ્મને ખૂબ જ ખાસ માને છે 

રાઘવ જુઆલ ફિલ્મ કિલને ખૂબ જ ખાસ માને છે. આમાં તેને પહેલીવાર વિલન બનવાની તક મળી છે. ફિલ્મ સાથેના તેના જોડાણ અંગે રાઘવ કહે છે, "હું હંમેશાથી પડદા પર વિલનની ભૂમિકા ભજવવા માંગતો હતો. જ્યારે મેં ઓડિશનનો પહેલો સીન વાંચ્યો ત્યારે મારી અંદરનો અવાજ આવ્યો કે આ પાત્ર એક અભિનેતા તરીકેની નવી સફર શરૂ કરશે. જો કે આ પહેલા પણ મેં ફિલ્મો કરી છે, પણ આ પાત્રને લઈને એટલું સમજાણું હતું કે કંઇક અલગ થશે. જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને લાગ્યું કે મને તેમાં ઘણા શેડ્સ ભજવવાની તક મળશે. પાત્ર ખૂબ ક્રૂર છે, પરંતુ તેને જીવંત કરવાનું કામ આપણું છે. મને એક્શન કરવામાં ખરેખર આનંદ આવ્યો.'

શાહરૂખ ખાને પણ આ જ રીતે સફર શરુ કરી હતી

શાહરૂખ (Shah Rukh Khan) સર ટીવી પર એન્કરિંગ પણ કરતા હતા. ત્યારબાદ ફિલ્મમાં વિલન તરીકેની તેની સફર શરૂ થઈ. મારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. એન્કરિંગ કર્યા બાદ હવે મને ફિલ્મમાં વિલન બનવાની તક મળી છે. આ સામ્યતા સારી લાગે છે. સપના શાહરૂખ જેવા જ છે.

આ પણ વાંચો : કૃતિ લવ લખેલું ટીશર્ટ પહેરી કથિત બોયફ્રેન્ડને મળવા લંડન ગઈ

કઈ વસ્તુને રાઘવ કિલ કરવા ઈચ્છે છે?

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી કઈ વસ્તુઓ છે જેને કિલ કરવી જોઈએ? આ પ્રશ્ન પર રાઘવ કહે છે કે પહેલા ફિલ્મ શૂટ કરો અને પછી તેને સીધી થિયેટરમાં બતાવો. પ્રમોશનને કિલ જોઈએ. ખરેખર, વ્યક્તિએ તેના માટે ખાસ તૈયાર થવું પડે છે. બીજી એક કિલ કરવા જેવી છે કે જો બધાને હિન્દી આવડે છે તો બિનજરૂરી ઈંગ્લીશ ન બોલવું જોઈએ. 

અભિનયની દુનિયામાં પગ મૂકનાર કલાકારે કિંગ ખાન સાથે કરી પોતાની તુલના, કહ્યું - 'મારી સાથે પણ..' 2 - image


Google NewsGoogle News