શાહરુખ કે સલમાન નહી હવે અજય દેવગણનો ડુપ્લીકેટ પણ છવાયો સોશિયલ મીડિયામાં
નવી મુંબઇ,તા. 30 જાન્યુઆરી 2023, સોમવાર
સલમાન ખાન હોય કે શાહરૂખ ખાન કે પછી ગોવિંદા તેમના ડુપ્લીકેટ સોશિયલ મીડિયા પર ખુબ જ ધમાલ મચાવી રહ્યા છે. આ ડુપ્લીકેટ માત્ર અસલી જેવા લાગતા જ નથી પરંતુ તેમની એકટિંગ અને હાવભાવ પણ બિલકુલ અસલી એકટર્સ જેવા જ હોય છે. અત્યારે સોશિયલ મીડિયા પર અજય દેવગણનો ડુપ્લીકેટનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને વિશ્વાસ જ નથી થતો કે, તે અસલી અજય દેવગણ નથી. આ વાયરલ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
90 ના દશકમાં જે રિતે અજય દેવગણ પોતાની હેરસ્ટાઇલ રાખતો હતો, આ ડુપ્લીકેટે પણ એ જ રિતે પોતાના વાળ રાખ્યા છે અને ચશ્મા પણ એ જ અંદાજમાં લગાડયા છે. આ હેરસ્ટાઇલ અને ચશ્માએ તો તેને અજય દેવગણ જેવો જ બનાવી દીધો છે. તે અજયના ગીત પર લિપસીંક અને એવી જ એકટિંગ કરે છે કે કોઇ પણ તેને જોઇને ચમકી જાય. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયો કૈલાશ ચૌહાણ નામના અકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 40 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે એક લાખ 80 હજારથી વધુ યુઝર્સે વીડિયોને લાઈક પણ કર્યો છે. કોમેન્ટ બોક્સમાં જઈને ખબર પડે છે કે, લોકો નકલી ને અસલી માની રહ્યા છે.