Get The App

દેશદાઝની ફિલ્મ સ્કાય ફોર્સમાં દર્શકોને જોવા મળશે વીર પહાડિયાનો અદભુત અભિનય, 24 જાન્યુઆરીએ રિલીઝ

Updated: Jan 24th, 2025


Google News
Google News
દેશદાઝની ફિલ્મ સ્કાય ફોર્સમાં દર્શકોને જોવા મળશે વીર પહાડિયાનો અદભુત અભિનય, 24 જાન્યુઆરીએ રિલીઝ 1 - image


Sky Force Star Veer Pahariya: 24 જાન્યુઆરીએ રિલીઝ થયેલી ‘સ્કાય ફોર્સ’માં દર્શકોને વીર પહાડિયાની પહેલી જ ફિલ્મથી તેની એક્ટિંગની ચર્ચા થઈ રહી છે. સત્ય ઘટના આધારિત ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ ફિલ્મથી વીર એક્ટિંગ ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને સારા અલી ખાન પણ છે. વીર પહાડિયાની વ્યક્તિગત વાત કરીએ, તો તે દેશના એક રાજકીય પરિવારમાંથી આવે છે. 1995માં મુંબઈમાં જન્મેલા વીર નાના સુશીલકુમાર શિંદે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અને કેન્દ્ર ગૃહ મંત્રી રહી ચૂક્યા છે.

વીર પહાડિયા સારો ગાયક પણ છે 

વીર એક આંત્રપ્રિન્યોર અને સારો સિંગર પણ છે. બોલિવૂડ સાથે તેનું પહેલું કનેક્શન મ્યુઝિક દ્વારા જોડાયું હતું. તે ‘બિગ બોસ 18’ના ગ્રાન્ડ ફિનાલે’ મા આવ્યાં ત્યારે તેણે પોતાની ગાયકીનું ટેલેન્ટ બતાવ્યું હતું. હવે તે એક હીરો તરીકે બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. અભિષેક અનિલ કપૂર અને સંદીપ કેવ્લાણી દ્વારા ડિરેક્ટ ‘સ્કાય ફોર્સ’ ફિલ્મમાં તે એક ફાઇટર પાઇલટની ભૂમિકામાં છે. 

શું છે સ્કાય ફોર્સ ફિલ્મમાં?

ભારતીય વાયુસેનાના સૈનિકોએ 1965ની ઇન્ડો-પાકિસ્તાન યુદ્ધ વખતે દર્શાવેલી બહાદુરી પર આ ફિલ્મ આધારિત છે. આ ફિલ્મની તૈયારી કરવા વીર પહાડિયાએ ખૂબ જ મહેનત કરી છે. આ ફિલ્મમાં તેણે એક અતિ આત્મવિશ્વાસુ બળવાખોર વ્યક્તિમાંથી એક બહાદુર સૈનિકની ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી છે. તેનું આ ટેલેન્ટ દર્શકો 24 જાન્યુઆરીએ સિલ્વર સ્ક્રીન પર જોઈ શકશે. ફિલ્મ ક્રિટિક્સે વીરે ભજવેલા પાત્રની ખૂબ જ પ્રશંસા કરી છે. પહેલી ફિલ્મ હોવા છતાં, તેની અભિનય ક્ષમતાને જોઈને લાગે છે કે તે નેચરલ એક્ટર છે. 

છ મહિનાની અતિ કઠોર તાલીમ 

વીર પહાડિયાની જોરદાર અભિનય પાછળ તેની છ મહિનાની કઠોર તાલીમ પણ છે. આ ફિલ્મ માટે તેણે કોમ્બેક્ટ ડ્રીલ એટલે કે હેન્ડ-ટુ-હેન્ડ ફાઈટની તાલીમ પણ લીધી હતી. આ ઉપરાંત તેણે ફાઈટર જેટ ઉડાવવાની પણ તાલીમ લીધી હતી, જેથી ફાઈટર જેટને પણ સારી રીતે સમજી શકે અને તેના આધારે સ્ક્રીન પર અભિનય પણ અસરકારક રીતે દર્શાવી શકે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે તે એન્ટ્રી કરી રહ્યો છે, પરંતુ ફિલ્મ ક્રિટિક્સનું કહેવું છે કે તે ખૂબ ઝડપથી લીડ હીરો તરીકે જોવા મળશે. 

નોંધનીય છે કે, ‘સ્કાય ફોર્સ’ ફક્ત એક ફિલ્મ નથી. આ ફિલ્મ આપણા બહાદુર સૈનિકોની ગાથા દર્શાવે છે. વીર પહાડિયા માટે આ ફિલ્મ ખૂબ મહત્ત્વની છે કારણ કે, પહેલી જ ફિલ્મ થકી તેને પોતાના અભિનય માટેનો સમર્પણભાવ બતાવી શકશે.

Tags :
Sky-ForceVeer-Pahariya

Google News
Google News