સોનારિકા ભદૌરિયા લગ્નના બંધનમાં બંધાઇ, રણથંભૌરમાં મંગેતર સાથે કર્યા શાહી અંદાજમાં લગ્ન
Image:Instagram
નવી મુંબઇ, 19 ફેબ્રુઆરી 2024, સોમવાર
દેવોં કે દેવ મહાદેવમાં પાર્વતીનું પાત્ર ભજવીને જાણીતી બનેલી અભિનેત્રી સોનારિકા ભદૌરિયા લાંબા સમયથી બોયફ્રેન્ડ વિકાસ પારાશર સાથે ડેટ કરી હતી. હવે આ કપલ લગ્નના બંધનમાં બંધાઇ ગયુ છે. રવિવારે લાંબા સમયથી ડેટ કરી રહેલાં બોયફ્રેન્ડ વિકાસ પારાશર સાથે સાત ફેરા લીધા હતા. તેમના લગ્નની પ્રથમ ઝલક સોશિયલ મીડિયા પર સામે આવી છે. તેના વર્માલાનો વીડિયો વાયરલ થયો છે.
સોનારિકાએ તેના લગ્નમાં ફિશકટ સ્ટાઈલનો લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો. તેણે આ લુકને ડાયમંડ જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યો હતો. સોનારિકાના મેકઅપ સંપૂર્ણપણે ન્યૂડ હતો. સોનારિકા આખા લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ચાહકોને તેનો લુક ઘણો પસંદ આવી રહ્યો છે.
સોનારિકાના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. એક વીડિયોમાં સોનારિકા વર્માલા માટે એન્ટ્રી લેતી જોવા મળી રહી છે. વીડિયોમાં સોનારિકા અને વિકાસ એકબીજાને હાર પહેરાવતા જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં રામ સિયા રામ વાગી રહ્યુ છે.
સોનારિકાના પ્રી-વેડિંગ ફંક્શન્સ વિશે વાત કરીએ તો એકટ્રેસે આ પહેલાં મહેંદીના ફોટા પણ શેર કર્યા હતા. સોનારિકાએ પોતાના હાથ પર ખૂબ જ ખાસ મહેંદી લગાવી હતી. તેના હાથમાં શિવ અને પાર્વતી બનાવ્યા હતા. સોનારિકાએ હલ્દી માટે યલો કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેણે ફ્લાવર જ્વેલરીથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.