Get The App

'સિદ્ધાર્થ મલ્હોત્રાનો જીવ જોખમમાં...' અભિનેતાનું નામ લઈને ચાહક સાથે થઇ 50 લાખની છેતરપિંડી

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
'સિદ્ધાર્થ મલ્હોત્રાનો જીવ જોખમમાં...' અભિનેતાનું નામ લઈને ચાહક સાથે થઇ 50 લાખની છેતરપિંડી 1 - image


Image:Sidharth Malhotra Instagram 

Sidharth Malhotra Fan Duped: સિદ્ધાર્થ મલ્હોત્રાની ફેન ફોલોઈંગ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ છે. ઘણા બોલીવૂડ સ્ટાર્સની ફેન ફોલોંઇંગ એટલી હદે છે કે, સ્ટાર્સ માટે ફેન્સ ગમે તે હગે જઇ શકે છે એવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. ત્યારે આ કેસમાં ઉંધુ થયુ છે. આવું એક કૌભાંડ એક ચાહક સાથે થયું છે. સિદ્ધાર્થના નામે ચાહક સાથે 50 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. સિદ્ધાર્થના એક ફેને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.   

જાણો શું છે સમગ્ર ઘટના? 

સિદ્ધાર્થના આ ચાહકે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાની સાથે થયેલી ઘટનાની માહિતી આપી છે. પોસ્ટ શેર કરીને ચાહકે  જણાવ્યું કે, કેવી રીતે બે છોકરીઓએ સિદ્ધાર્થનો જીવ જોખમમાં છે કહીને 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી.

જેની સાથે છેતરપિંડી થઇ છે તે ચાહકનું નામ મીનુ વાસુદેવ છે. મીનુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આખી ઘટના વર્ણવી છે. મીનુએ જણાવ્યું કે, અલીજા અને હુસ્ના નામની બે છોકરીઓએ સિદ્ધાર્થ અને કિયારાનું નામ લઈને તેની સાથે છેતરપિંડી કરી. 

કિયારાએ કર્યો કાળો જાદુ

મીનુએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, અલીજાએ તેને કહ્યું કે,કિયારાને કારણે સિદનો જીવ જોખમમાં છે. તેણે સિદને ધમકી આપ્યા બાદ લગ્ન કર્યા છે. કિયારાએ સિદ્ધાર્થને ધમકી આપી હતી કે, જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તે તેના પરિવારને મારી નાખશે. તેણે એમ પણ કહ્યું કે, કિયારાએ સિડ પર કાળો જાદુ કર્યો છે. સિડ પાસે કોઈ બેંક ખાતું નથી. જે બાદઅલીઝા મીનુને સિદને બચાવવામાં મદદ કરવા કહે છે.

સિદ્ધાર્થની PR ટીમના સભ્ય સાથે વાત થઈ

મીનુએ વધુમાં કહ્યું કે, આટલુ જ નહીં તેને વિશ્વાસ અપાવવા માટે, સિદ્ધાર્થની પીઆર ટીમના સભ્ય દીપક દુબેને ફોન કરીને કોઈની સાથે વાત કરાવવામાં આવી. ત્યારબાદ દીપકે કિયારાની ટીમ મેમ્બર રાધિકા સાથે વાત કરવા માટે બોલાવ્યો. જે તેને કપલની દરેક માહિતી આપતો હતો. મીનુએ કહ્યું કે- હું તેને દર અઠવાડિયે પૈસા આપતી હતી જેથી હું સિદ્ધાર્થ વિશે જાણી શકું અને તેની સાથે વાત કરી શકું.

મીનુની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકો સિદ્ધાર્થને પોસ્ટમાં ટેગ કરીને આ કૌભાંડ વિશે જણાવવા માંગે છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે, મીનુએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે કે નહીં.


Google NewsGoogle News