VIDEO: 'બહુત લોગ મેરે પીછે પડે હે...', સિકંદરનું ધમાકેદાર ટીઝર રિલીઝ, એક્શન અવતારમાં જોવા મળ્યો સલમાન
Sikandar Teaser: સલમાન ખાનની આગામી ફિલ્મ 'સિકંદર'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝર 27 ડિસેમ્બરે રિલીઝ થવાનું હતું, પરંતુ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. જેને હવે આજે રિલીઝ કરાયું છે. ફેન્સને 'સિકંદર'ની પહેલી ઝલક જોવા મળી છે.
કેવું છે ટીઝર?
સિકંદરનું ટીઝર સલમાન ખાનના એક્શન અવતારથી ભરપૂર છે. દબંગ ખાનના ફેન્સમાં આ ટીઝર છવાયું છે. ફેન્સનું કહેવું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ સાબિત થશે. ટીઝરની શરૂઆત સલમાનના ધમાકેદાર એક્શનથી થાય છે. તેઓ દુશ્મનોથી ઘેરાયેલા છે.
ટીઝરમાં સલમાન કહી રહ્યા છે કે, 'સુના હે કી બહોત સારે લોગ મેરે પીછે પડે હે. બસ મેરે મુડને કી દેર હે.' આટલું બોલ્યા પછી સલમાન દુશ્મનો પર હુમલો કરવાનું શરૂ કરે છે. સલમાનની જોરદાર એક્શન અને દમદાર બેકગ્રાઉન્ડ મ્યૂઝિકે ટીઝરમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ટીઝરમાં સલમાન સિવાય અન્ય કોઈ સ્ટારની ઝલક નથી. નિર્માતાઓએ રશ્મિકા મંડન્નાના ફર્સ્ટ લુક અને સલમાન સાથેની તેની કેમિસ્ટ્રીને સરપ્રાઈઝ તરીકે રખાઈ છે. 1 મિનિટ 41 સેકન્ડના ટીઝરમાં સલમાનનો દબદબો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: 'તને તો જોઈ લઇશ...', જાણીતા રેપર પર ભડક્યો હની સિંહ, બીમારીની મજાક ઉડાવી હતી