Get The App

પનવેલમાંથી લોરેન્સ ગેંગના ચારની ધરપકડ: સલમાન ખાનની ગાડી પર હુમલાનો હતો પ્લાન

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
પનવેલમાંથી લોરેન્સ ગેંગના ચારની ધરપકડ: સલમાન ખાનની ગાડી પર હુમલાનો હતો પ્લાન 1 - image


Image Source: Twitter

Salman Khan Murder Attemp Case: પોલીસે સલમાન ખાનની હત્યાનો વધુ એક પ્લાન નિષ્ફળ બનાવી દીધો છે. નવી મુંબઈની પનવેલ પોલીસે આ મામલે ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે, આ ચારેય લોકો લોરેન્સ બિશ્નોઈ ગેંગના હતા અને તેઓએ પનવેલમાં સલમાન ખાનની કાર પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હુમલા માટે પાકિસ્તાનના એક હથિયાર સપ્લાયર પાસેથી હથિયારો મંગાવવાની યોજના હતી. નવી મુંબઈ પોલીસે આ મામલે FIR નોંધીને ચારેયની ધરપકડ કરી છે.

સલમાન ખાનને મારવાનું કાવતરું

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પોલીસને માહિતી મળી હતી કે, જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કેનેડા સ્થિત પોતાના પિતરાઈ ભાઈ અનમોલ બિશ્નોઈ અને તેમનો સાથી ગોલ્ડી બરાડ સાથે મળીને એક હથિયાર ડીલર પાસેથી AK-47, M-16 અને AK-92 સહિત અન્ય અત્યાધુનિક હથિયાર ખરીદીને અભિનેતા સલમાન ખાનને મારવાનું કાવતરું ઘડ્યું હતું. 

સલમાનની કાર રોકવાનો અથવા ફાર્મહાઉસ પર હુમલો કરવાનો હતો પ્લાન

પ્રાપ્ત માહિતી પ્રમાણે ધરપકડ કરવામાં આવેલ બદમાશો અને ગેંગ દ્વારા જે પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં તેમનો હેતુ સલમાન ખાનની કારને રોકવાનો અથવા ફાર્મહાઉસ પર હુમલો કરવાનો હતો. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ પ્લાન અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવા માટે બે શૂટર્સની ધરપકડના એક મહિના પહેલા બનાવ્યો હતો.

ગુપ્ત માહિતી બાદ પોલીસ આ ચારેય સુધી પહોંચી 

નવી મુંબઈ પોલીસે જણાવ્યું કે, ગુપ્ત માહિતી પર કામ કરતા પોલીસે અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી ચૂકી છે અને અભિનેતા સલમાન ખાન પર હુમલો કરવાના પ્લાનની તપાસ કરી રહી છે. ધરપકડ કરવામાં આવેલ બદમાશોની ઓળખ ધનંજય સિંહ, ગૌરવ ભાટિયા, વસ્પી ખાન અને જિશાન ખાન તરીકે થઈ છે. આ મામલે IPCની કલમ 115, 120 (B) અને 506 (2) હેઠળ પોલીસમાં FIR નોંધવામાં આવી છે. આ FIRમાં પોલીસે લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, સંપત નેહરા, ગોલ્ડી બરાડ, અજય કશ્યપ ઉર્ફે ધનંજય તપેસિંહ, રોકી શૂટર, સતીશ કુમાર, સૂખા શૂટર, સંદીપ બિશ્નોઈ ઉર્ફે ગૌરવ ભાટિયા, રોહિત ગોધરા, વસીમ ચીના, ડોગર, સિંતુ કુમાર, વિશાલ કુમાર, સંદીપ સિંહ, રિયાઝ ઉર્ફે ચંદુ, કમલેશ શાહ સહીત અન્યને આરોપી બનાવવામાં આવ્યા છે.



Google NewsGoogle News