નોકરાણીની બૂમો સાંભળીને દોડ્યો સૈફ અલી, જેહના રૂમમાં ઘૂસ્યો હતો શખસ: પોલીસ
Saif Ali Khan Attack: સૈફ અલી ખાન પર ચાકૂથી હુલલો કરવામાં આવ્યો છે. સૈફના ઘરમાં મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ એક શખસ ઘરમાં ઘુસી ગયો અને તેના પર હુમલો કરી દીધો. હુમલામાં સૈફને ઘણી જગ્યાએ ગંભીર ઈજા પહોંચી છે. હાલ એક્ટરને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એક્ટર સિવાય આ શખસે ઘરમાં હાજર હાઉસકીપર પર પણ હુમલો કર્યો હતો. હાલ બંનેની સારવાર ચાલી રહી છે. આ મામલે હવે મુંબઈના ડીસીપી દીક્ષિત ગેડામનું નિવેદન સામે આવ્યું છે. ગેડામે જણાવ્યું કે, અજાણ્યા શખસ સૈફ-કરીનાના નાના દીકરા જેહના રૂમમાં ઘુસ્યા હતાં.
ડીસીપીના નિવેદન મુજબ, અજાણ્યા શખસે કરીના કપૂરની હાઉસકીપર અરિયામા ફિલિપ્સ ઉર્ફે લીમાને પકડી લીધી હતી, જેના કારણે તે જોરથી બૂમો પાડવા લાગી હતી. રાત્રે 2 વાગ્યાની આસપાસ શખસ જેહના રૂમમાં ઘુસી ગયો હતો. સૈફ અલી ખાન હાઉસકીપરની બીમો સાંભળીને જ્યારે બહાર આવ્યો, તો આ શખસે એક્ટર પર ધારદાર હથિયારથી હુમલો કરી દીધો. હુમલા બાદ શખસ ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ સૈફ અલીના ઘરમાં હુમલાખોર ચોરીના ઈરાદે જ ઘૂસ્યો હતો, પ્રાથમિક તપાસ પછી પોલીસનું નિવેદન
પોલીસે સૈફના સ્ટાફની કરી અટકાયત
સૈફ અલી ખાન પોતાના બંને બાળકો તૈમુર અને જેહ સાથે ઘરમાં હાજર હતો. વળી, કરીના કપૂર ખાન પોતાના મિત્રો સાથે પાર્ટીમાં હતી. મુંબઈ પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે તમામ સ્ટાફ મેમ્બર અને ઘરની હાઉસકીપર પર પણ શંકા છે. પોલીસે તમામ સ્ટાફની અટકાયત કરી છે. આ સિવાય પોલીસ સહિત તમામના મનમાં એક જ પ્રશ્ન છે કે, આટલી કડક સુરક્ષા વ્યવસ્થા બાદ પણ આખરે સૈફના ઘરમાં કોઈ અજાણ્યો શખસ કેવી રીતે ઘુસી ગયા? જોકે, સૈફ પોતાના પરિવાર સાથે બિલ્ડિંગના ટૉપ ફ્લોર પર રહે છે.
આ પણ વાંચોઃ સૈફ અલીએ પ્લાસ્ટિક સર્જરી પણ કરાવવી પડશે, કરોડરજ્જુના હાડકામાં ગંભીર ઈજાના અહેવાલ
પોલીસે CCTV ફૂટેજની તપાસ હાથ ધરી તપાસ
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં લાગી છે. સૈફ અલી ખાનના ઘરના તમામ CCTV ફૂટેજ DVR લોકલ પોલીસ તપાસ માટે લઈ ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચ સૈફ અલી ખાનના ઘરની આસપાસના તમામ CCTV ફૂટેજ રોડની તમામ ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ફ્રેન્ડલી એન્ટ્રીના એંગલ પર પણ તપાસ કરી રહી છે. જોકે, આ મામલે કોઈપણ ગેંગસ્ટરનો કોઈ એંગલ નથી મળ્યો. હાલ હવે સૈફના નિવેદનની રાહ જોવામાં આવી રહી છે.