Get The App

રણદીપ હુડ્ડા 10 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે કરશે લગ્ન, આ મહિને કપલ લેશે સાત-ફેરા!

મીડિયા રિપોર્ટ પ્રમાણે એક્ટર આ મહિના એન્ડમાં લગ્ન કરશે

મળતી માહિતી પ્રમાણે રણદીપ નથી ઈચ્છતા કે તેમના લગ્ન મીડીયાને ધ્યાનમાં આવે.

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
રણદીપ હુડ્ડા 10 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે કરશે લગ્ન, આ મહિને કપલ લેશે સાત-ફેરા! 1 - image
Image Instagram

તા. 5 નવેમ્બર 2023, રવિવાર 

Randeep Hooda Marriage: બોલીવુડ એક્ટર રણદીપ હુડ્ડા એકવાર ફરી ચર્ચામાં છવાયા છે. મળતી માહિતી તેઓ પવિત્ર લગ્નસંબંધમાં જોડાવાના છે. એક્ટર પોતાના લાંબા સમયથી ગર્લફેન્ડ રહેલી લિન લેશરામ સાથે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક્ટર આ મહિના એન્ડમાં લગ્ન કરશે. જો કે હજુ સુધી રણદીપના લગ્નની તારીખ વિશે કોઈ ખુલાસો થયો નથી. 

ગર્લફેન્ડ સાથે જલ્દીથી લગ્નબંધનમાં બંધાશે રણદીપ હડ્ડા

રિપોર્ટ પ્રમાણે, રણદીપ હડ્ડા અને લિનના લગ્ન ખૂબ ખાનગી રીતે થવાના છે. તેમના લગ્નમાં માત્ર તેમનો પરિવાર અને કેટલાક મિત્રો સામેલ રહેશે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રણદીપ નથી ઈચ્છતા કે તેમના લગ્ન મીડીયાને ધ્યાનમાં આવે. એક્ટરનું કહેવું છે કે લગ્ન થયા પછી તેઓ ઓફિશિયલ એનાઉંસમેન્ટ કરશે. 

સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો

તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા રણદીપે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેમની ગર્લફેન્ડ સાથેનો ફોટો શેર કર્યો છે. અને તેમા તેમને તેમના સંબંધો વિશે પુષ્ટી કરી હતી. તેમણે લિનના બર્થડે પર એક પોસ્ટ શેર કરીને તેમના સંબંધો પર મહોર લગાવ્યો હતો.   



Google NewsGoogle News