'યુવાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે': સનાતન ધર્મ વિવાદ પર એક્ટર કમલ હાસને ઉદયનિધિ સ્ટાલિનનો કર્યો બચાવ

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
'યુવાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે': સનાતન ધર્મ વિવાદ પર એક્ટર કમલ હાસને ઉદયનિધિ સ્ટાલિનનો કર્યો બચાવ 1 - image

Image Source: Twitter

- પેરિયારે તો બનારસના મંદિરમાં પૂજા કરી, માથું ઝુકાવ્યું હતું અને તિલક પણ લગાવ્યુ હતું: કમલ હાસન

કોઈમ્બતુર, તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર

સાઉથના ફેમસ એક્ટર કમલ હાસને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનનો બચાવ કર્યો છે. ઉદયનિધિએ સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. ત્યારબાદ હવે કમલ હાસને કહ્યું કે, નાના બાળક ઉદયનિધિને માત્ર એટલા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે કારણ કે, તેણે સનાતનની વાત કરી હતી. જ્યારે આપણને બધાને પેરિયારના કારણે જ 'સનાતન' શબ્દનું જ્ઞાન થયુ છે. 

મક્કલ નિધિ મય્યમ પ્રમુખ કમલ હાસને પેરિયારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઉદયનિધિના પૂર્વજો પણ આ અંગે ઘણુ બોલ્યા છે. આ કોઈ નવી વાત નથી. પેરિયારે તો બનારસના મંદિરમાં પૂજા કરી, માથું ઝુકાવ્યું હતું અને તિલક પણ લગાવ્યુ હતું. તેમણે સનાતન ધર્મ અંગે ઘણુ જણાવ્યું હતું. પરંતુ વિચારો કે, તેમના અંદર કેટલો ગુસ્સો રહ્યો હશે કે, તેમણે એક ક્ષણમાં તમામ વસ્તુઓ છોડી દીધી અને માનવ સેવાનો રસ્તો અપનાવી લીધો. અંતિમ સમય સુધી તેમણે સમાજની સેવા કરી.

કોઈમ્બતુરમાં યોજાનારી એક બેઠકમાં કમલ હાસને કહ્યું કે, DMK અથવા કોઈ બીજી પાર્ટી પેરિયારને પોતાના ન ગણાવી શકે કારણ કે, સમગ્ર તમિલનાડુ પેરિયારને પોતાનો આદર્શ માને છે અને તેમના વિચારોને માને છે.

ઉદયનિધિનું વિવાદાસ્પદ નિવેદન

તમિલનાડુના યુવા કલ્યાણ મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ-મેલેરિયા સાથે કરી હતી અને કહ્યું હતું કે, આ બીમારીઓની જેમ સનાતન ધર્મને પણ ખતમ કરી દેવો જોઈએ. ઉદયનિધિના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે. બીજેપી અને વિપક્ષી નેતાઓએ તેને લઈને ટિપ્પણી કરી છે.


Google NewsGoogle News