બોલીવૂડના અભિનેતા જિતેન્દ્ર શાસ્ત્રીનું નિધન
- તેણે બ્લેક ફ્રાઇડે થી લઇ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડમાં કામ કર્યું હતું
મુંબઇ : ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક માઠા સમાચાર આવ્યા છે. બ્લેક ફ્રાઇડે થી લઇને ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ તેમજ અન્ય ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવનાર જિતેન્દ્ર શાસ્ત્રીનું નિધન થઇ ગયું છે.
જિતેન્દ્રએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. તે હિંદી થિયેટર સર્કિટમાં જીતૂ ભાઇના નામથી જાણીતા હતા. તેના નિધનના સમાચારઆવતા સોશિયલ મીડિયા પર તેમના ચાહકો અને સહકલાકારો શ્રદ્ધાંજલી આપી હતી.
જીતેન્દ્ર હિંદી થિયેટરમાં જાણીતો હતો અને તેણે ઘણા નાટકોમાં કામ કર્યું હતું. બોલીવૂડની વાત કરીએ તો, તેણે ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ, બ્લેક ફ્રાઇડે, દૌડ, લજ્જા, ચરસ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.