'કચ્છનું રણ બાપુ એક નંબર', ફિલ્મનું શૂટિંગ કરવા ગુજરાત આવેલા જેકી શ્રોફ થયા અભિભૂત

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
'કચ્છનું રણ બાપુ એક નંબર', ફિલ્મનું શૂટિંગ કરવા ગુજરાત આવેલા જેકી શ્રોફ થયા અભિભૂત 1 - image


અમદાવાદ,તા. 6 ફેબ્રુઆરી 2024, મંગળવાર 

બૉલીવુડ અભિનેતા જેકી શ્રોફ કચ્છની મુલાકાતે આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે હાલમાં જેકી શ્રોફની આગામી ફિલ્મ 'ટુ ઝીરો વન ફોર'નું શૂટિંગ કચ્છના સફેદ રણમાં ચાલી રહ્યું છે.

જેકી દાદાને પસંદ આવ્યુ સફેદ રણ

અભિનેતા જેકી શ્રોફે પ્રથમ વખત જ કચ્છનું રણ નિહાળ્યું છે, એક્ટર કચ્છના સફેદ રણને જોઇને મંત્રમુગ્ધ થયા હતા. જેનો એક વીડિયો એક્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. એક્ટરે બે વીડિયો પોસ્ટ કર્યા છે. જેમાં તે કહી રહ્યાં છે, 'કચ્છનું રણ બાપુ એક નંબર' છે. કચ્છનું નમક પણ એક નંબરનું છે. આ સિવાય પહેલાં વીડિયોમાં તે ઊંટના ફૂટ પ્રિન્ટ બતાવી રહ્યાં છે. આ વીડિયો પોસ્ટ કરતાં એક્ટરે કેપ્શનમાં લખ્યુ, The Beautiful rann Of kutch. 

ફિલ્મની વાત કરીએ તો, ફિલ્મ 'ટુ ઝીરો વન ફોર'માં જેકી શ્રોફ સાથે અક્ષય ઓબરોય, મુકેશ રિશી, શિશિર શર્મા વગેરે સ્ટાર કાસ્ટ છે. 


Google NewsGoogle News