અભિનેતા ફરાઝ ખાનનું 46 વરસની વયે નિધન
- ફરેબ અને મહેંદી જેવી ફિલ્મોમાં કામ કરનાર
- છેલ્લા ઘણા સમયથી તે બીમાર રહેતો હતો અને તેની સારવારના બિલ સલમાન ખાને ચુકવ્યા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.04 નવેમ્બર 2020, બુધવાર
૯૦ના દાયકામાં ફરેબ અને મહેદી જેવી ફિલ્મોમાં ફરાઝ ખાને કામ કર્યું હતું. ૪૫ વરસની વયે તેનું નિધન થઇ ગયું છે. તે લાંબા સમયથી બીમાર રહેતો હતો. તેના બ્રેઇનમાં ઇન્ફેકશન થઇ ગયું હતું. બેગલુરુની વિક્રમ હોસ્પિટલમાં તેનો ઇલાજ ચાલતો હતો. છેલ્લા થોડા સમયથી તેની તબિયત ગંભીર થઇ ગઇ હતી અન ેતેઆઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. બુધવારે ફરાઝ જિંદગી સામેની લડાઇ હારી જતા તેણે અંતિમ શ્વાસ લીધા હતા. ફરાઝ કેરેકટર આર્ટિસ્ટ યુુફ ખાનનો પુત્ર છે. તેણે રામી મુખર્જી સાથે ૧૯૯૮માં મહેદી, ફરેબ, પૃથ્વી અને દિલને ફિર યાદ કિયામાં કામ કર્યું હતું.
ફરાઝની તબિયત છેલ્લા એક વરસથી વધુ બગડી હતી. તેને કફની ફરિયાદ હતી આ પછી તેને છાતીમાં ઇન્ફેકશન થઇ ગયું હતું. આ ઇન્ફેકશન ફેલાઇને છાતીથી બ્રેઇન સુધી પહોંચી ગયું હતું.
ફરાઝના નિધનના દુઃખદ સમાચાર પૂજા ભટ્ટે ટ્વિટર પર આપ્યા હતા. તેણે લખ્યું હતું કે, ભારી મનથી મારે કહેવું પડે છે કે ફરાઝ આપણને હંમેશા માટે છોડીને જતો રહ્યો છે. જોકે તે એક વધુ સારીજગ્યાએ ગયો છે. હું એ તમામ લોકોનો આભાર માનું છું કે જેમણે તેની મુશ્કેલીના સમયમાં મદદ અને પ્રાર્થના કરી જ્યારે તેને સોથી વધુ જરૂર હતી. ફરાઝના નિધનથી ખાલીપડેલી જગ્યા કોઇ ભરી શકે એમ નથી.
આર્થિક તંગીને કારણે ફરાઝના ઇલાજમાં મુશ્કેલી પડતી હતી. તેના પરિવારના લોકોએ એક ફેડરેઝિંગ વેબસાઇટ પરથી મદદ માંહી હતી. તેના ઇલાજ માટે રૂપિયા ૨૫ લાખની જરૂર હતી. આ પછી સલમાન ખાન આગળ આવ્યો હતો અન ેતેણે ફરાઝના તમામ મેડિકલ બિલ્સ ચુકાવાની મદદ કરી હતી.
ફરાઝના નાના ભાઇ ફહમાનએ જણાવ્યું હતું કે, અમે આજીવન સલમાન ખાનના આભારી રહેશું. ભગવાન તેમને ખુશ રાખે અને લાંબી વય આપે.